________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૩૫ નથી દેખાયો, તેટલો લાભ તેમને મનુષ્યભકિત અને જલયાત્રાએ જવામાં યા વિદેશગમન કરવામાં જણાયો છે, એ સમ્યક્ત્વનું ફળ છે કે મિથ્યાત્વનું, એનો નિર્ણય શાન્ત ચિત્તે તેઓ જ કરે તો વધારે સારૂં. લયોપશમની મંદતા કે ધર્મરૂચિના અભાવના કારણે આવશ્યકાદિ ક્રિયામાં અવિધિ આચરનારા તેમને જેટલા દોષપાત્ર દેખાયા છે, તેટલા દોષપાત્ર હજારોના ખર્ચે અને તે પણ પારકા પૈસે ભણી-ગણીને વિદ્વાન બનેલાના સ્વચ્છંદી અને અનિયંત્રિત જીવનો નથી લાગ્યા. પંચેન્દ્રિયોની હત્યા કરીને પણ ભણવું કે ભણાવવું તેમને જેટલું સારું લાગ્યું છે, તેટલું થાકું નિર્દોષ રીતિએ પણ શ્રી જિનવચનને ભણવું અને ભણાવવું નથી લાગ્યું. એટલા જ માટે જ્ઞાનીઓનું કહેવું છે કે-વૈરાગ્યના માર્ગમાં જ્ઞાનનું પ્રાબલ્ય નથી, કિન્ત શ્રદ્ધા સહિત જ્ઞાનનું છે. શ્રવાહીન જ્ઞાની કેવળ અનર્થો અને ઉપદ્રવો મચાવવા સિવાય કાંઇ પણ સારું કાર્ય કરી શકતો નથી, જ્યારે વિશેષ જ્ઞાનથી રહિત એવો પણ શ્રદ્ધાળુ કોઇને પણ ઉપદ્રવ રૂપ બન્યા સિવાય પોતાના શયોપશમાનુસારે આરાધનાના માર્ગ તરફ જ જીવનપર્યત ઝૂકયો રહે છે. એ શ્રદ્ધા સન્ક્રિયાથી સંપ્રાપ્ય છે. તેથી શ્રી જિનપ્રરૂપિત સન્ક્રિયાઓ પ્રત્યે આદર, એ વૈરાગ્યના માર્ગમાં મુખ્ય વસ્તુ છે.
અહીં એક પ્રશ્ન ઉભો થવાનો જરૂર અવકાશ છે ? અને તે પ્રશ્ન છે કે-સલ્કિયાઓને નિરન્તર આચરનારાઓ તથા સુદેવ અને સુગરની ભકિત કરવામાં આગેવાની લેનારાઓ તથા જીવનપર્યત ધર્મક્રિયાઓમાં રત રહેનારાઓના જીવનમાં પણ ધ્યેયશૂન્યતા, આદરશૂન્યતા કે વિપરીત ચેષ્ટાઓ તેટલી જ અનુભવાય છે : તો પછી એવો નિયમ કયાં રહ્યો કેશ્રી વીતરાગદેવ, શ્રી નિર્ચન્થ ગુરૂઓ અને તેઓએ બતાવેલા અનુષ્ઠાનોને આચરનારાઓ તો પોતાના જીવનને ઉત્તમ બનાવી જ શકે છે ? આ પ્રશ્નનો ઉત્તર તદન સ્પષ્ટ છે. જીવનપર્યંત શ્રી વીતરાગદેવની પૂજા, શ્રી નિર્ચન્થ ગુરૂઓની લકિત અને શ્રી જિનશાસનની પ્રભાવનાના કાર્યોમાં રકત રહેનારા પણ પોતાના જીવનને સુંદર ન બનાવી શકતા હોય, તો તે