________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૩૯ ગીતાર્થોની નિશ્રાએ જીવન વીતાવનાર તેમના અદ્યદિન શિષ્યો પણ પ્રાપ્ત કરી શકે છે. તેમાં કારણ તેઓની ગુરૂઓના વચન પ્રત્યેની શ્રદ્ધા સિવાય બીજું શું કલ્પી શકાય તેમ છે ? શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર શ્રદ્વાળુ, એ શ્રી જિનની જેમ સર્વજ્ઞ નથી બની જતો, તો પણ સર્વજ્ઞના સઘળા જ્ઞાનનો લાભ તો જરૂર ઉઠાવી શકે છે. પિતા પ્રત્યે શ્રદ્ધાળુ બાળક પિતાસમાન નથી બની શકતો, તો પણ પિતાની જેમ નિવિન જીવન પસાર અવશ્ય કરી શકે છે. શ્રદ્ધા એ અપૂર્વ ચીજ છે. શ્રદ્ધાળુ આત્મા જેના પર શ્રદ્ધા ધરાવે છે, તેમાં (શ્રદ્ધાના પાત્રમાં) જે કાંઇ સામર્થ્ય છે, તે સામર્થ્યનો લાભ પોતાની શ્રદ્ધાના બળે પોતે પણ મેળવી શકે છે. શ્રી જિનવચન પ્રતિ નિઃશંક શ્રદ્ધા ધરાવનાર આત્મા શ્રી જિનના સઘળા જ્ઞાનનો ઉપભોગ કરી શકે છે, એમ કહેવું એ એક દ્રષ્ટિએ તદન વ્યાજબી છે. "તમેવ સર્વ નિસંવંઇ નં નિર્દિ પયં I' -આ જાતિની સર્વજ્ઞવયન પ્રત્યે નિ:શંક શ્રદ્ધા, એ અલ્પજ્ઞ આત્માની ઉન્નતિનું બીજ છે. એ બીજ જે કોઇ આત્મામાં રોપાઇ જાય છે, એ આત્મા કાળક્રમે સર્વજ્ઞ સમાન બન્યા સિવાય રહેતો નથી. માનસશાસ્ત્રનો અભ્યાસ કરવાનો દાવો ધરાવનાર આત્માઓએ આ વસ્તુ બહુ વિચારવા જેવી છે અને તે જો સત્ય માલુમ પડે, તો મનસ્વી તરંગોનો ત્યાગ કરી દઇ શ્રી જિનવાન પ્રત્યે શંકાના લેશ વિનાની શ્રદ્ધાવાળા બની જવું જોઇએ અને લોકો બને એ માટે તનતોડ પ્રયાસ કરવો જોઇએ. અન્યથા, મુખરપણાનો ઇલ્કાબ મેળવી તત્ત્વજ્ઞોની દ્રષ્ટિએ મૂર્ખાઓની સંખ્યામાં ઉમેરો કરવાનું જ માત્ર એક સૌભાગ્ય પ્રાપ્ત થશે.
શ્રી જિનવચન પ્રત્યે જનતાને શંકા વિનાની બનાવવી હશે, તેણે અતીનિય જ્ઞાનીઓના વર્તમાન વિરહકાળમાં આધારભૂત પ્રામાણિક પુરૂષોની પરંપરામાં ઉતરી આવેલા સત્ય શ્રી જિનવચનની શોધ કરવી પડશે અને એ શોધાયા પછી એના તરફ પોતાની કે પરની એક લેશ પણ. અરૂચિ ન ફેલાય તે માટે પોતાની જબાન અને કલમ અથવા મન, વચન