________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૨૯ તેણે દર્શાવેલા માર્ગના સર્વ વિશેષોનું જ્ઞાન નથી, કિન્તુ તેની હિતકરતાનુંજ માત્ર જ્ઞાન છે. જેઓને તેની હિતકરતા નિસર્ગથી યા ઉપદેશથી સમજાય છે, તેઓનો તેના પ્રત્યે અખંડ પ્રેમ જાગી શકે છે.
શ્રી જૈનશાસનની પરિભાષા પ્રમાણે ચતુર્થ ગુણસ્થાનકની પ્રાપ્તિ કોઇ પણ ગતિમાં કોઇ પણ સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્ત ભવ્ય આત્મા કરી શકે છે. પછી તેનું જ્ઞાન એક પદનું હોય, યાવતું ચૌદ પૂર્વનું હોય. સર્વનો ફલિતાર્થ એ છે કે-સમ્યગદર્શન પ્રાપ્ત થવા માટે જ્ઞાન એ કારણ છે. પરન્તુ તે સાધારણ કારણ છે, કારણ કે-તેટલું જ્ઞાન તો સંજ્ઞી-પંચેન્દ્રિયપર્યાપ્ત કોઇ પણ આત્મામાં હોઇ શકે છે. અસાધારણ કારણ દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ છે. તેવા સયોપશમવાળો આત્મા અધિગમાદિ બાહા નિમિત્તો વિના પણ શ્રી નિવચનની રૂચિ પામી શકે છે અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ વિનાનો આત્મા અધિગમાદિ બાહા નિમિત્તો મેળવે, તો પણ સમ્યગ્દર્શનને પામી શકતો નથી.
દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થવામાં જ્ઞાન એ સહકારિ કારણ, છે, પરન્તુ તે જ્ઞાનનો વિસ્તાર કેટલો હોવો જોઇએ એનો નિયમ નથી. નિયમ માત્ર “હિતકારિતા' ની પીકાનનો છે. એ પીછાન કરાવનાર જ્ઞાન ઉપકારી છે અને એમાં વિપર્યાસ કરાવનાર જ્ઞાન એ તેટલુંજ અપકારી છે. એ કારણે સમ્યગ્દર્શનના વિષયમાં માત્ર જ્ઞાનને જ પ્રધાનતા આપી, અલ્પ જ્ઞાનીમાં સમ્યગદર્શન ન સંભવે એવો નિર્ણય કરનાર સાચો નિર્ણય કરનાર નથી.
અધિક યા અલ્પ પણ શ્રી જિનવચન પ્રત્યેની રૂચિમાં સહાય કરનારૂં જ્ઞાન એ આદેય છે. એ સિવાયનું જ્ઞાન એ આદેય નથી કિન્તુ ત્યાજ્ય છે. આટલી વાત સમજાયા પછી એ સમજવું મુશ્કેલ નથી કેથોડાં પણ સમ્યગુજ્ઞાન પૂર્વક થયેલ વૈરાગ્ય સાચો હોઇ શકે છે અને ઘણાં પણ મિથ્યાજ્ઞાનથી ઉદ્ભવેલો વૈરાગ્ય સાચો હોઇ શકતો નથી. શ્રી