________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૨૭
એ ઇમારતને તૂટી પડતાં વિલંબ થનાર નથી.
શ્રી જિનવચનાનુસારે ઉત્પન્ન થયેલ સંસારની અસારતાનું જ્ઞાન ચાહે વિસ્તારથી હો કે સંક્ષેપથી હો, કિન્તુ તે યથાર્થ હોય છે. અહીં કોઇને શંકા જરૂર થશે કે- “શ્રી જિનેશ્વરો સંસારને અસાર કહે છે.' એટલું જ માત્ર જેણે જાણ્યું છે, કિન્તુ શાથી અસાર કહ્યો છે, એ વિગેરે હેતુઓનું જ્ઞાન મેળવ્યું નથી, તેવા અતિશય સંક્ષિપ્ત સામાન્ય જ્ઞાનવાળાને નિર્દભ વૈરાગ્ય કેવી રીતે સંભવે ? આનો ઉત્તર અમે ઉપર આપી જ દીધો છે કેભાવસહિત શ્રી નિવચનના એક પણ પદને પ્રાપ્ત કરી આજ સુધી અનન્ત આત્માઓ શ્રી સિદ્વિપદને વર્યા છે. સાચા વૈરાગ્યની પ્રાપ્તિ માટે સંક્ષિપ્ત યા વિસ્તૃત જ્ઞાન ઉપર ભાર દેવાના બદલે ભાવસતિ જ્ઞાન ઉપર ભાર દેવાની વધુ આવશ્યકતા છે. શ્રી જિનવચનનું જ્ઞાન પણ વિસ્તૃત હોવા છતાં જો તે ભાવસહિત નથી કિન્તુ ભાવરહિત છે, તો તે સાચા વૈરાગ્યની નિષ્પત્તિનું કારણ બની શકતું નથી. ઉલટ પશે સંક્ષિપ્ત જ્ઞાન પણ ભાવસતિ છે, તો તેનાથી નિર્દભ વૈરાગ્યની પ્રાપ્તિ નિ:સંશયપણે થઇ શકે છે. ભાવસહિત “મારૂષ માતુષ' એવા એકાદ પદનાં જ્ઞાન પણ માપતુષાદિ મા મુનિવરોને તીવ્ર વૈરાગ્યની પ્રાપ્તિ કરાવી આપનાર થઇ શકયાં હતાં અને ભાવવિનાનાં સાડા નવ પૂર્વ પર્યંતનાં જ્ઞાન પણ અભવ્યાદિકોને ભવની વૃદ્ધિ કરાવનારાં નિવડ્યાં હતાં.
એનું ખરું કારણ એ છે કે-ભાવસતિ થોડું પણ સમ્યગુજ્ઞાન વિશેષ જ્ઞાનની પ્રાપ્તિમાં બાધક નથી કિન્તુ સાધક છે. જે આત્માઓ પોતાને પ્રાપ્ત થયેલા થોડા પણ જ્ઞાનમાં સંતોષિત બની જઇને અધિક જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવાનું માંડી વાળે છે, તે આત્માઓને તે કહેવાતું થોડું સમ્યગુજ્ઞાન ભાવથી પ્રાપ્ત થયેલું છે એમ કહી શકાય જ નહિ. ભાવથી પ્રાપ્ત થયેલા સમ્યજ્ઞાનનો અર્થ એ છે કે તે જ્ઞાન તેને અતિશય રૂચિ ગયેલું છે ? અને જે વસ્તુની તીવ રૂચિ આત્મામાં એક વખત જાગ્રત થઇ ગયેલી છે, તે વસ્તુની અધિક પ્રાપ્તિ માટે તે આત્મા