________________
૩૨૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છે, એ સંસાર અનાદિ કર્મસંયગોથી થયેલો છે તથા દુઃખ રૂપ છે, દુઃખના ફળવાળો છે અને દુઃખનો જ અનુબધ કરાવનાર છે.'
તો પણ તેને શ્રી જિનવચનની પ્રાપ્તિ થયેલી છે, એમ માનવામાં કોઇ પણ જાતિની હરકત નથી. સામાન્યથી શ્રી જિનીવનના એક પણ પદની પ્રાપ્તિ કરીને આજ સુધી અનન્તા આત્માઓ સિદ્ધિપદને વર્યા છે, એમ મહર્ષિઓનું કથન છે. એક પદ પણ જો તે શ્રી જિનકથિત છે, શ્રી નિવચનને અનુસરતું છે, તો તે પણ આત્માને સંસારસાગરથી તારનારૂં થાય છે. આ હકીકત જ એ વાતને સિદ્ધ કરે છે કે સામાન્યથી શ્રી જિનવચનની પ્રાપ્તિ કોઇ પણ સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્ત ભવ્ય આત્માને અશકય નથી, અને એજ સત્ય વૈરાગ્યની પ્રાપ્તિ માટે બસ છે. ભાવથી થયેલ સામાન્ય જિનવચનની પ્રાપ્તિ એ વિશેષ જિનવચનની પ્રાપ્તિમાં પ્રતિબંધક નથી કિન્તુ સહાયક છે અને સામાન્ય યા વિશેષ ઉભયમાંથી કોઇ પણ પ્રકારની પ્રાપ્તિ એ વસ્તુની જ પ્રાપ્તિ છે. બેમાંથી કોઇ પણ પ્રકારે શ્રી જિનવચનની ભાવથી પ્રાપ્તિ કરનાર આત્મા શ્રી જિનકથિન નિર્દભ વૈરાગ્યને પણ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.
વૈરાગ્ય માટે આટલી સામાન્ય વાત સમજી લીધા પછી હવે એ શંકા નહિ રહે કે-થોડા જ્ઞાનવાળાનો વૈરાગ્ય ખોટો હોય અને અધિક જ્ઞાનવાળાનો વૈરાગ્ય જ સાચો હોય, થોડું જ્ઞાન પણ શ્રી જિનવચનના અનુસારે હોય તો તેનાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય સાચો જ છે અને ઘણું પણ જ્ઞાન શ્રી જિનવચનથી વિપરીત હોય તો તેનાથી ઉદ્ભવેલો વૈરાગ્ય સાચો નથી, આભાસ માત્ર છે, યાવત્ વિપરીત સંયોગોમાં ચાલી જવાવાળો છે, એ જ રીતે શ્રી જિનવચનાનુસારી જ્ઞાનયુકત આત્માનો થડો પણ વૈરાગ્ય દંભરહિત હોય છે અને શ્રી જિનવચનથી વિપરીત જ્ઞાનયુક્ત આત્માનો ઘણો પણ વૈરાગ્ય દંભસહિત હોવાનો પૂરેપૂરો સંભવ છે : કારણ કે-જ્યાં સુધી આત્માને સંસારના સ્વરૂપનું યથાસ્થિત ભાન થયું નથી, ત્યાં સુધી તેના પ્રત્યે ઉત્પન્ન થયેલો તેનો વૈરાગ્ય કાચા પાયા ઉપરની જ ઇમારત છે.