________________
૩૨૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કારણે તે આત્માને કોઇ પણ જાતિની માયા કરવાનું રહેતું નથી.
માયા આચરવાનું મૂળ કોઇ હોય, તો તે ગુણની પ્રાપ્તિ યા દોષોનો ત્યાગ કર્યા સિવાય જ લોકો તરફથી ખ્યાતિ યા પૂજા મેળવવાનો લોભ છે. એ લોભ સંસારના સ્વરૂપનો અને તેમાં વસનાર લોકના સ્વભાવનો તાત્વિક વિચાર કરનારને રહેતો જ નથી. ભવસ્વરૂપની ચિન્તાથી જેમ ખ્યાતિ-પૂજા અને નામ-સત્કાર મેળવવાનો લોભ નાશ પામે છે, તેમ એ ખ્યાતિ-પૂજા અને માન-સત્કારની પ્રાપ્તિ અર્થે કરાતી માયા પણ આપોઆપ નાશ પામે છે. તાત્પર્ય એ છે કે-વૈરાગ્યમાં દંભનો પ્રવેશ ભવસ્વરૂપના વાસ્તવિક જ્ઞાન અને ચિંતનથી રહિત આત્માઓમાં જ સંભવે છે, ન્તિ ભવસ્વરૂપના પરમાર્થ જ્ઞાતા અને વિચારકોમાં એ કદી પણ પ્રવેશ પામી શકતો નથી કે ટકી શકતો નથી.
એટલા માટે શ્રી જૈનશાસને સ્વીકારેલ વૈરાગ્યની વ્યાખ્યામાં મુખ્ય શરત ભવસ્વરૂપના જ્ઞાનની અને તેનાથી ઉત્પન્ન થયેલ ભવનિર્ગુણતાની દ્રષ્ટિની છે. જ્યાં ભવસ્વરૂપનું જ્ઞાન નથી કે એ જ્ઞાનથી ઉત્પન્ન થયેલ ભવનર્ગુણ્ય દ્રષ્ટિ નથી, ત્યાં દંભરતિ વૈરાગ્ય પણ નથી. દંભને લાવનાર લોભ છે અને એ લોભ ભવનિર્વેદ વિના કદી નાશ પામતો નથી : તેથી જેને દંભના લેશ વિનાના વૈરાગ્યની આવશ્યકતા છે, તેને ભવના વાસ્તવિક સ્વરૂપથી પરિચિત પણ થવું જ પડે છે, અને ભવના વાસ્તવિક સ્વરૂપથી પરિચિત થનાર આત્માને ભવની નિર્ગુણતાનો પરિચય આપોઆપ થઇ જાય છે.
ભવનિર્ગળતાનો આધા૨ ભવ એટલે ચાર ગતિ રૂપ સંસાર. અને એ સંસારની ચારે ગતિમાંથી કોઇ પણ ગતિમાં આત્મપણે ગુણનો લેશ પણ નથી. એ વાત યથાર્થ રીતિએ સમજવા માટે શ્રી જિનવચન સિવાય અન્ય કોઇ આધાર નથી. ચારે ગતિનું યથાર્થ સ્વરૂપ સર્વજ્ઞોના જ્ઞાન સિવાય બીજી રીતિએ જાણવું