________________
૩૨૨
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
દંભનું નામનિશાન હોઇ શકતું નથી. દંભરતિ દશા એ વૈરાગ્ય માટેની મોટામાં મોટી નિકષ-કસોટી છે. એ કસોટી ઉપર પોતાના આત્માને કસ્યા પછી જ, પોતે સાચા વૈરાગ્યને વરેલ છે કે નહિ તેનો નિર્ણય પ્રત્યેક વૈરાગ્યના અર્થીિ આત્માએ કરવો જોઇએ. એ રીતે કસોટી ઉપર કસીને શુદ્ધ વૈરાગ્યને પામેલા આત્માઓ, નિર્દભ ચેષ્ટાઓના અનુમાનથી અન્યના શુદ્ધ વૈરાગ્યની પણ પરીક્ષા કરી શકે છે. આ રીતે વૈરાગ્યની પરીક્ષાનો રાજમાર્ગ છોડી દઇને જે આત્માઓ નકલી વૈરાગ્યની બહુલતાઓ જોઇ સાચા વૈરાગ્ય પ્રત્યે પણ ઉદાસીનભાવ સેવે છે, તે આત્માઓ વૈરાગ્યના અમૂલ્ય સામર્થ્યને કાં તો પાની શકયા જ નથી અથવા પીછાનવા છતાં પોતે તેની પ્રાપ્તિ નહિ કરી શકવાના કારણે તેના મૂલ્યને છૂપાવે છે, તેના ગુણોને દૂષિત કરે છે થાવતું તેને નિન્દવાનો પણ અધતિ માર્ગ અખત્યાર કરે છે.
કોઇ પણ સારી વસ્તુની અયોગ્ય રીતે થતી નિન્દાને સહી લેવી, એ વિવેકી આત્માઓનું કર્તવ્ય નથી. વૈરાગ્ય એ પણ જો સારી વસ્તુ છે, તો તેને નહિ પિછાની શકનાર કે નહિ પામી શકનાર આત્માઓ તરફથી અયોગ્ય રીતિએ થતી તેની નિન્દાનો પ્રતિકાર કરવો, એ તેના ગુણને પીછાણનાર આત્માઓનું કર્તવ્ય થઇ પડે છે. એજ ચાયે આ જગતમાં નકલી વૈરાગ્યના બ્દાને મૂલ (અસલ) અને અમૂલ (કિમંતી) એવો વૈરાગ્ય પણ નિદાઇ જતો હોય કે ઉપેક્ષણીય બનતો હોય તો તેને અટકાવવાનું કાર્ય કરવું, એ ગુણગાહી સનોનું પરમ કર્તવ્ય છે.
દંભસહિત ત્યાગ અને વૈરાગ્ય એ જેટલા નિન્દનીય છે, તેટલા જ દંભરહિત ત્યાગ અને દંભરહિત વૈરાગ્ય પ્રશંસનીય છે. ત્યાગ અને વૈરાગ્યમાં પ્રવેશ પામતો દંભ એ ત્યાજ્ય છે, પરન્તુ ત્યાગ અને વૈરાગ્ય કદી પણ ત્યાજ્ય નથી. દંભ જેટલો ત્યાજ્ય છે, તેટલો જ વૈરાગ્ય ઉપાદેય છે. દંભના કારણે વૈરાગ્યને પણ જેઓ ત્યજી દેવા ઇચ્છે છે, તેઓ કુલટાઓના કારણે સતીઓનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થઇ જાય છે. સ્ત્રીઓમાં જેમ સતીઓ હોય છે, તેમ કુલટાઓ પણ હોય છે, બલ્ક સતી કરતાં કુલયઓની