________________
૩૨૧
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
“अतो ज्ञानक्रियारुपमध्यात्म व्यवतिष्ठते । एततत्प्रवर्धमानं स्या, निर्दम्भाचारशालिनाम् ।।१।।"
અધ્યાત્મ એ જ્ઞાનક્રિયા ઉભયાત્મક છે અને તેની વૃદ્ધિ નિષ્કપટ આચારવાળા મહાપુરૂષોને જ થઇ શકે છે.'
દંભ એ વૈરાગ્યના માર્ગમાં મોટામાં મોટું વિબ છે. આપણે એ જોઇ ગયા કે-જગતમાં જે વસ્તુનું મૂલ્ય અધિક ઉપજી શકતું હોય, તે વસ્તુના ભાવે ઓછા મૂલ્યવાળી વસ્તુ વેચવાના ધંધા પણ ધમધોકાર ચાલે છે : અને ચાલે એ સહજ છે. એ કોઇથી પણ અટકાવી શકાય તેમ નથી. એવાઓને ઓળખી કાઢી તેઓની જાળમાં ન ફસાવું, એટલું જ માત્રશકય છે, અથવા એવાઓને “દંભ કરી મહાનું સદ્ગુણને પાપનું સાધન બનાવતા અટકાવવા પ્રયાસ કરવો' એ પણ શકય અને કર્તવ્ય છે. પરન્તુ એટલા માત્રથી વૈરાગ્યની નકલો સર્વથા નાબૂદ થઇ જાય એ કદી પણ શકય નથી.
વૈરાગ્ય એ અમૂલ્ય ચીજ છે અને તેની નકલો આ જગતમાં રહેવાની જ છે, તો પછી અસલ વૈરાગ્યના અથિ આત્માઓએ અસલ અને નકલ વૈરાગ્યને ઓળખતાં શીખવું એજ આવશ્યક થઇ પડે છે : અને એ ઓળખવા માટે વધુ પ્રયાસ કરવાની આવશ્યકતા નથી. “જે વૈરાગ્યની પાછળ કોઇ પણ પ્રકારનો દંભ નથી એ વૈરાગ્ય અસલ છે અને જે વૈરાગ્યની પાછળ થોડો પણ દંભ છે તે વૈરાગ્ય અસલ નથી કિન્તુ નકલ છે.” -એટલું જ સમજવું પર્યાપ્ત છે. બીજા આત્માઓના હૃદયમાં રહેલ વૈરાગ્ય એ અસલ છે કે નકલ તે ઓળખવું હજુ પણ દુષ્કર છે, પરંતુ પોતાના આત્મામાં રહેલ વૈરાગ્ય કેવો છે એની પરીક્ષા કરવા માટે ઉપરની કસોટી બસ છે.
પોતે જે કાંઇ મુકિત માટેનું સદનુષ્ઠાન કરે છે તેની પાછળ કોઇ પણ પ્રકારની માયા છૂપાયેલી છે કે કેમ, એની શોધ કરવાથી તુરત જ વૈરાગ્યની સત્યતા યા અસત્યતાની ખાત્રી થઇ શકે છે. સત્ય વૈરાગ્યમાં