________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૧૯ જોઇએ. આ દોષો ધર્મ કરવા છતાં પણ ધર્મના વાસ્તવિક ફલની આત્માને પ્રાપ્તિ થવા દેતા નથી. જે પુણ્યાત્માઓ, અનંતજ્ઞાનિઓએ દર્શાવેલા ધર્મની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ આરાધના કરવાને ઇચ્છતા હોય અને અનંતજ્ઞાનિઓએ ફરમાવ્યા મુજબ મોક્ષફળને પામવાની અભિલાષાવાળા હોય, તેઓએ આ તેર દોષોથી બચવાને માટે ઉદ્યમશીલ બનવું જોઇએ.
વૈરાગ્ય-એક મહાન સહ.
દંભરહિત ત્યાગ અને વૈરાગ્ય જેમ નિન્દનીય છે તેમ
દંભરહિત ત્યાગ અને વૈરાગ્ય સર્વથા પ્રશંસનીય છે.
વૈરાગ્ય એક મહાન સદગુણ છે. વૈરાગ્યની કોટિના સદગુણો બીજા બહુ ઓછા છે. એક વૈરાગ્ય એવો સગુણ છે કે-તે જેને પ્રાપ્ત થઇ જાય છે, તે આત્મા અનેક ગુણોની પરમ્પરાને આપોઆપ પ્રાપ્ત કર્યા કરે છે. પરન્તુ વૈરાગ્ય એ જેટલો ઉંચો સગુણ છે, તેટલો જ તેનો દુરૂપયોગ અધિક થાય છે. કેવળ વૈરાગ્ય માટે જ તેમ બને છે એમ નહિ, કિન્તુ કોઇપણ સારી અને કિમતી વસ્તુ એવી મળવી જ અશકય છે, કે જેનો દુરૂપયોગ આ જગતમાં ન થતો હોય. કિમંતી ગણાતી વસ્તુઓની જ જગતમાં નકલો થાય છે. હીરા અને મોતી કે સુવર્ણ અને રજતની નકલો થતી દેખાય છે, પરંતુ કોઇ પણ સ્થળે કે કોઇ પણ કાળે ધૂળ અને ઢેફાં કે કાંકરા અને કલોસાની નકલો કરવા કોઇ પ્રયાસ કરતું નથી.
સારી ચીજની નકલો થાય છે એટલા જ માટે જો સારી ચીજો ત્યાગ કરી દેવા લાયક હોય, તો હીરા, મોતી અને સોનું, ચાંદી આદિ વસ્તુઓ પ્રથમ નંબરે ત્યાગ કરી દેવા લાયક ઠરશે. પરન્તુ એ ન્યાયને આજ સુધી કોઇએ પણ માન્ય રાખેલ નથી. સૌ કોઇ હજારો નકલોમાંથી પણ અસલ વસ્તુને શોધી કાઢી તેને જ ગ્રહણ કરવા પ્રયાસ કરે છે, કિન્તુ