________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
દ્રષ્ટાન્તો લેવાય, પણ અવિતિની પુષ્ટિ માટે નહિ. શ્રુતે કહ્યું એની પુષ્ટિમાં આવે તે કહેવાય.
૩૧૭
મૂળ વાત એ છે કે-આગમવ્યવહારિએ પોતાની વિશિષ્ટતાના યોગે આચરેલી અને વિધાનથી વિપરીત એવી ક્રિયાનાં દ્રષ્ટાન્તો લઇને વિધાનોનો અપલાપ કરાય નહિ. આજે એ મહાપુરૂષોની અમૂક ક્રિયાઓના નામે સિદ્ધાન્તની મર્યાદાનો અપલાપ થઇ રહ્યો છે, માટે ચેતવા જેવું છે. ગૌરવ :
આઠમો દોષ છે-ગૌરવ. એટલે શું ? મેં અમૂક સુકૃત કર્યું એથી હું માનુ છું-એ પ્રમાણે સ્વયં ચિત્તવવું અગર તો લોકમાં મહત્ત્વ મેળવવાને માટે બીજાઓની પાસે મેં અમૂક કર્યું, મેં અમૂક કર્યું' -એમ કહેવું, એ ગૌરવ નામનો આઠમો દોષ છે. કોઇ પણ સુકૃત કરીને એથી ‘હું મોટો' એવો માનસિક વિચાર એ પણ દોષરૂપ છે અને લોકમાં મોટાઇ મેળવવા એને બીજાઓ પાસે પ્રકાશિત કરવું એ પણ દોષરૂપ છે. આજે કોઇ સારૂં કામ જેમ તેમ પણ થયું હોય તો ? શ્રી સંપ્રતિ મહારાજાએ, સવા લાખ શ્રી નિમન્દિર નવાં બંધાવ્યાં, સવા કરોડ શ્રી નિમૂર્તિઓ ભરાવી અને છત્રીશ હજાર જીર્ણ એવાં શ્રી નિમન્દિરોનો ઉદ્વાર કરાવ્યો, છતાં પણ એમણે શું વિચાર્યું છે, એની ખબર છે ? એવા પણ વિચારે છે કે- ‘મેં કાંઇ કર્યું નથી !' સારા કામની સુગંધ સ્વયં ફેલાય તે વાત જૂદી છે, પણપોતાની જાતને મહાનું બતાવવા વિચાર કરવો, મહાન્ મનાવા, મોટાઇ મેળવવા બીજાઓને કહેવું, એ યોગ્ય નથી. સારાં કામ પોતાને મોંઢે ગાનારાઓને માટે તો સારાઓને માન ઉપજતું નથી, પણ એવાઓ એમને તુચ્છ બુદ્ધિના લાગે છે. કોઇને પ્રેરવા કહેવું પડે, એ વસ્તુ જૂદી છે. પ્રમાદ અને માન :
આ પછી નવો અને દશમો દોષ પ્રમાદ અને માન છે. એ તો પ્રસિદ્ધ છે. પાંચે પ્રકારના પ્રમાદથી દૂર રહેવોનો પ્રયત્ન કરવો જોઇએ : તેમજ માનનો પણ ત્યાગ કરવામાં બેદરકાર નહિ બનવું જોઇએ. પ્રમાદ