________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૧૫ એવાને સુધારવાને માટે અમૂક વખત પ્રયત્ન થાય, સમાધાન કરાય, પણ એ સધરે નહિ અને સિદ્ધાન્તનો અપલાપ કર્યા કરે તો તે સહી લેવાય
નહિ.
આગમવ્યવહારિએ પોતાની વિશિષ્ટતાના યોગે. આચરેલી અને સર્વસામાન્ય વિધાનથી વિપરીત લાગતી પ્રવૃત્તિનો દાખલો ન લેવાય :
વિધિ એટલે શાસ્ત્રમર્યાદા મુજબ વર્તવું તે. શાસ્ત્રમર્યાદાનું લંઘન કરવું એ અવિધિ. આપણે માટે આધારભૂત આ શાસ્ત્ર છે. આના વિના જેમને ચાલી શકે એવા એક પણ મહાપુરૂષ અત્યારે વિદ્યમાન નથી. એવો કાળ હતો, કે જે કાળમાં એવા પણ મહાપુરૂષો હતા, કે જેઓ શાસને અનુસર્યા વિના પણ જ્ઞાનબળે પ્રાપ્ત થએલી શકિતના યોગે વર્તી શકતા. એવા મહાપુરૂષો શાસને માન નહિ આપતા એમ નહિ, શાસને માનતા, પણ તેઓમાં એવી શકિત પેદા થઇ હતી, કે જેના યોગે તેઓ પોતે સર્વસામાન્ય માટે શાસ્ત્રાજ્ઞા ન હોય એવુંય ઉચિત લાગે તો કરી લેતા. એમના એવા પ્રસંગના દાખલા આનાઓથી ન લેવાય. એ સ્થિતિ શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજા પછીથી પ્રાયઃબંધ થઇ છે.
શાસથી નિરપેક્ષપણે પણ વર્તવાનો અધિકાર કોને ? છને. કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વી. આ છ આગમવ્યવહારી કહેવાય છે. આ છ મહાપુરૂષો સર્વસામાન્ય શાસ્ત્રાજ્ઞાથી વિપરીત વર્યા છે એમ લાગે તો પણ ન એની થકા થઇ શકે કે ન તો એ ક્રિયાને દ્રષ્ટાન્તભૂત બનાવી શાસ્ત્રાજ્ઞાથી વિપરીતપણે વર્તવા મંડાય ! એ મહાપુરૂષોમાં એવી તાકાત આવી હતી માટે એમ વર્યા. આજે એ તાકાત છે? વિધાનથી વિપરીત વાતો પુષ્ટ કરવાને માટે એ મહાપુરૂષોની પ્રવૃત્તિઓને દ્રષ્ટાન્તભૂત બનાવનારાઓ સ્વયં ઉન્માર્ગે ચઢે છે અને બીજાઓને ઉન્માર્ગે દોરે છે.
જો એમ નહિ, તો શ્રી સ્થૂલભદ્રજી વેશ્યાને ત્યાં ચોમાસું રહ્યા, તે