________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
૩૨૩ સંખ્યા વિશેષ પ્રમાણમાં હોય છે. એટલા માત્રથી પોતાની સતીભાર્યાનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થનારો જેમ મૂર્ખાઓનો આગેવાન છે, તેમ વૈરાગ્યની પાછળ પણ નિર્દભતા કરતાં દભ અધિક રહેલો હોય છે. એજ કારણે નિર્દભ વૈરાગ્યનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થવું, એ પણ મા મૂર્ખતાભર્યા ચેષ્ટિત સિવાય બીજું કશું જ નથી. વૈરાગ્યમાં પ્રવેશ પામતો દભ એ અવશ્ય ત્યાજ્ય છે, પરન્તુ વૈરાગ્ય એ કદાપિ ત્યાજ્ય નથી, એ વસ્તુ ખૂબ ભારપૂર્વક સમજી લેવી જરૂરી છે. આજે કેટલાક આત્માઓ ધર્મની પાછળ થઇ રહેલા અધર્મોને જોઇ શુદ્વધર્મને પણ છોડી દેવા તૈયાર થયા છે. તે આત્માઓ પણ ઉપરની કોટિના આત્માઓ જ છે, એ સમજી લેવું જોઇએ.
આપણો ચાલુ વિષય તો વૈરાગ્ય એક મહાન સદગુણ છે એ સિદ્ધ કરવાનો છે અને એ વૈરાગ્ય બીજો કોઇ નહિ પણ દંભના લેશ. વિનાનો હોય તે જ. વહાણમાં છિદ્રનો લેશ પણ જેમ તેને તથા તેના ઉપર બેસનાર સર્વને ડૂબાડનાર થાય છે, તેમ વૈરાગ્યમાર્ગમાં દંભનો લેશ પણ તે વૈરાગ્ય અને તેને ધારણ કરનાર આત્માઓનો અવશ્ય વિનાશ કરનાર થાય છે. દંભરહિત વૈરાગ્યની પ્રાપ્તિનો આધાર ભવસ્વરૂપની ચિન્તા છે. જે આત્માઓના અંતરમાં ભવસ્વરૂપની ચિન્તા રૂપી અગ્નિ પ્રજ્વલિત બને છે, તે આત્માઓના અંતરમાં વૈરાગ્યના સ્વરૂપનો વિનાશ કરી નાંખનાર દંભ રૂપી વેલડી એક ક્ષણવાર પણ ટકી શકતી નથી.
સંસારસ્વરૂપની ચિન્તાથી ભવ પ્રત્યે અબહુમાન પ્રગટ થાય છે અને ભવ પ્રત્યે અબહુમાન પ્રગટ્યા પછી અંતરમાં દંભને પ્રવેશ પામવા માટે એક લેશ પણ અવકાશ રહેતો નથી. કોઈ પણ આત્માના અંતરમાં દંભને પ્રવેશ પામવાનો અવકાશ ત્યાં સુધી જ રહે છે, કે જ્યાં સુધી તે આત્માને આ ભવ ઉપર થોડો પણ રાગ યા બહુમાન બાકી રહ્યું હોય. ભવસ્વરૂપની વાસ્તવિક ચિન્તા ભવ પ્રત્યેના સઘળા બહુમાનને મૂળથી ઉખેડી નાંખે છે અને અંતરપટ ઉપરથી એ મૂળ ઉખડી ગયા પછી ભવના