________________
૩૧૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ગોષ્ઠામાદિલ માનના યોગે ત્યાં રહેતા નથી, બહાર રહે છે અને ગુરૂનો અપવાદ કરતા તે મુનિઓને ચુદુગ્રાહિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે મુનિઓને વ્યગ્રાહિત કરવાને સમર્થ થઇ શકતા નથી. તેઓ અભિમાનથી ગુરૂની વ્યાખ્યાને પણ સાંભળતા નથી.
એક વાર કર્મ અને પચ્ચખાણ સંબંધી હકીકતમાં અભિનિવેશથી તે ગોષ્ઠામાહિલ સિદ્ધાન્તથી વિરૂદ્ધ બોલે છે. ગુરૂ સત્ય પણ કહેવડાવે છે, પણ ગાઢ માનથી ગોષ્ઠામાફિલ માનતા નથી એટલે એમને રૂબરૂ બોલાવીને યુકિતપૂર્વક સમજાવે છે..
આચાર્ય મહારાજાએ યુકિતપૂર્વક સમજાવવા છતાં પણ જ્યારે ગોષ્ઠામાહિલ માનતા નથી, એટલે અન્ય ગચ્છના બહુશ્રુતોએ એમને યુકિતપૂર્વક સત્ય જણાવ્યું : પણ ગોષ્ઠામાહિલ ઘમંડમાં એવા ભાનભૂલા બન્યા છે અને અભિનિવેશમાં એવા લેપાયા છે કે બધા બહુશ્રુતોને પણ કહી દે છે કે- “તમે તો બધા મૂર્ખાઓ છો ? તમે જાણો છો શું ? જિનોએ જે જેમ પ્રરૂપ્યું તેને તેમ જાણનાર હું જ છું.'
હવે જ્યારે અહંકારાદિથી ગોષ્ઠામાહિલ કોઇનુંય માનતા નથી, એટલે સંઘ ભકતદેવતાના આહુવાન માટે કાયોત્સર્ગ કરે છે. દેવતા આવે છે અને મહાવિદેહમાં જઇ ભગવાનને પૂછી આવી કહે છે કે- “શ્રી ક્લેિશ્વરદેવે કહ્યું છે કે આ ગોષ્ઠામાલિ. એ સાતમો નિહનવ છે.' છતાં ગોષ્ઠામાહિલે પોતાના કદાચકને છોડ્યો નહિ, એટલે એમને સંઘે બાર સંભોગથી બાહ્ય કર્યા.
આટલું આટલું કર્યું છતાં ન માન્યું એટલે શું કરે ? આ પ્રસંગ વિચારો તો સમજાશે કે-શાસનને પામેલા સાધુઓમાં કેટલી સમાધાનવૃત્તિ હોય છે. આચાર્ય મહારાજની શિક્ષા, સાધુઓનું વર્તન, નવા આચાર્ય શ્રી દુર્બલિકાપુષ્પનો પ્રયત્ન, અન્ય ગચ્છના બહુશ્રુતોની મહેનત, સંઘની મહેનત, એ બધું શું સૂચવે છે ? ત્યારે સમાધાનવૃત્તિ નહિ હતી એમ નહિ, પણ સિદ્ધાન્ત બાબત વિપરીતભાષિતાને સમાધાન ખાતર નિભાવી લેવાય નહિ.