________________
૩૧૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દીધી. જો ભૂલ કબૂલ ન કરી હોત તો એ વાત આમ પતત નહિ.
ત્યારે પૂર્વના આચાર્ય મહારાજાઓ સમાધાન વૃત્તિવાળા હતા નહિ એમ નહિ, પણ એ કહેતા કે સિદ્ધાન્તને વેગળો મૂકીને કે આગમસિદ્ધ પ્રવૃત્તિનો વિલોપ થાય એ રીતિએ સમાધાન ન થાય. શાસનમાં સિદ્ધાન્ત માટેની લડાઇ શા માટે જરૂરી ? શાસનની મર્યાદાઓ બરાબર જળવાઇ રહે એ માટે ! વાત એ છે કે-એમાં બીજી વૃત્તિ આવવી ન જોઇએ. બીજી વૃત્તિ આવે એટલે માર્ગ ચૂકતાં વાર લાગે નહિ. જો જિજ્ઞાસુતા જીવતી હોય, ઘમંડ ન ધ્યેય, ભૂલ સુધારવાની કે સુધરાવવાની સાચી વૃત્તિ હોય, તો માણસ ઉન્માર્ગથી બચી જાય છે, પણ આજના કેટલાક તો પોતાના ખોટાને સાચું સિદ્ધ કરવાનું સાધન નહિ એટલે આડુ-અવળું લખી અજ્ઞાનોને મુંઝવ્યા કરે છે, માટે સમજતાં શીખો. સાતમા નિહનવ ગોષ્ઠામાહિલનો પ્રસંગસુધારવાને સમાધાન હોય પણ સિદ્ધાન્તનો અપલાપ સહાય નહિ :
શ્રી જૈનદર્શનને પામેલામાં સમાધાનવૃત્તિ નથી અગર નોતી, એમ કહેવું એ અજ્ઞાન છે. સમાધાનવૃત્તિ જરૂર છે અને હતી, પણ સિદ્ધાન્ત તરફ બેદરકારી નહોતી અને આજે પણ ન હોવી જોઇએ. સમાધાનવૃત્તિ ન હોત તો ગોષ્ઠામાહિલને માર્ગમાં ટકાવવાને માટે અને સાચું સમજાવવાને માટે જે મહેનત થઇ તે થાત ? એ તો જ્યારે નજ માન્યા અને ઉન્માદી બન્યા ત્યારે બહાર મૂકયા, પણ તે પહેલાં ?
શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાને ગોષ્ઠામાહિલ નામના પણ એક શિષ્ય હતા. જબ્બર વિદ્વાન : વાદમાં મહાવાદિઓને પણ જીતી આવે એવા સમર્થ : પણ તેમનામાં અમૂક યોગ્યતા નહિ હોવાથી, શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ શ્રી દુર્બલિકાપુષ્પ નામના મુનિવરને સ્વપદે સંસ્થાપિત કર્યા.
એ વખતે એ સુરિવરે શ્રી દુર્બલિકાપુષ્પ નામના નવા સૂરિવરને