________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૧૧ પણ સરલ હોય તો આવે અને વસ્તુ રજૂ કરીએ એટલે ઝટ સમજે,
જ્યારે દોઢડાહ્યા સમજે કાંઇ નહિ અને ડોળે બધું. શારની નીતિરીતિ, શાસ્ત્રના સિદ્ધાન્ત જાળવવાની લડાઇ ચાલતી આવી છે અને ચાલે છે, જેથી સત્યના અર્થી એકપક્ષીય કથન વાંચી કે સાંભળી મુંઝાય નહિ અને આ તરવાનું સાધન ડોળાય નહિ. આના પ્રત્યે જ્યાં સુધી મારાપણું નહિ આવે, આ ન સચવાયું હોત તો શું થાત, એ નહિ સમજાય, ત્યાં સુધી આ વાતો સમજાવી મુશ્કેલ છે. શાસનને પામેલાની સમાધાનવૃત્તિશ્રી આર્યમહાગિરિજી ને શ્રી આર્યસુહસ્તિજીનો પ્રસંગઆજની કેટલીક સ્થિતિ :
આ શાસનને પામેલાઓ સમાધાનવૃત્તિવાળા નથી હોતા એમ નહિ. સમાધાનવૃત્તિવાળા જરૂર હોય છે, પણ સિદ્ધાન્ત મૂકીને સમાધાન કરવાની વૃત્તિવાળા નથી હોતા. ગમે તેની ભૂલ થઇ જાય એ બને, પણ ભૂલને ભૂલરૂપે સમજી સુધારવાને બદલે, એક ખોટી વાત કહેવાઈ તે સાચી પૂરવાર કરવા અનેક ખોટી વાતો કહેવાય, ત્યારે એની સામે બોલ્યા વિના ન ચાલે.
શ્રી આર્યસુહસ્તિજી મહારાજ અને શ્રી આર્યમણગિરિજી મહારાજ એ બે આચાર્ય-ભગવાનો વચ્ચે એક પ્રસંગ બન્યો છે. શ્રી આર્યસુહસ્તિજી મહારાજ એક વાર ભૂલ કરી છે. એ માટે શ્રી આર્યમહાગિરિજી મહારાજ એમને ઠપકો આપ્યો. એનો ઉત્તર આપતાં શ્રી આર્યસુહસ્તિજી મહારાજે માયા સેવી. એના યોગે કુપિત થયેલા શ્રી આર્યમહાગિરિજી મહારાજાએ કહાં કેશાન્તમ્ પાપમ્ ! હેવ આપણો સંબંધ નહિ નભે. સમાન સામાચારીવાળાસાધુઓની સાથે રહેવું એ યોગ્ય છે, પણ સામાચારીથી વિભિન્ન સાથે નહિ. આટલું કહ્યું એટલે તો શ્રી આર્યસુહસ્તિજી મહારાજે પોતાના અપરાધની માફી માગી. જ્યાં એ મહાપુરૂષે ભૂલ કબૂલ કરી અને માફી માગી, એટલે શ્રી આર્યમહાગિરિજી મહારાજે વાત પતાવી