________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૦૯ ? એ ન ખાઇ શકે એ માટે તમને કદાચ રડવું આવે, પણ આપો ખરા ?
સભા. નાજી. શાથી ? ચીજ ખરાબ હતી ? સભા. હોજરી જોવી પડે.
હોજરી ન જૂએ તો નુકશાન થાય ને ? એ રીતિએ જ્ઞાની કહે છે કે-ચીજ સારી પણ લેનાર-દેનારે લેવા-દેવાની મર્યાદાનો પણ વિચાર કરવો જોઈએ. સારી ચીજ જ્ઞાનીના કહ્યા મુજબ થાય તો ક્ષણમાંય કામ થાય અને ઉધી રીતિએ થાય તોકાંઈનું કાંઇ પરિણામેય આવે. - ક્રિક્યા સારી છે તો શું વિધિ ખરાબ છે ?
આજે વિધિની ઉપેક્ષાએ એવી સ્થિતિ પણ ઉભી કરવા માંડી છે કે-જો એમ કહેવાય કે- “આ આમ ન થાય' તો કેટલાક કહેશે કે- “એ તો થાય. ચાલ્યું આવે છે. માટે અવિધિ કરતા હો કે થઇ જતી હોય, તો પણ વિધિનો રાગ ગુમાવતા નહિ. વિધિનું અથિપણું જાય અને ઉપેક્ષા આવે, તો ક્રિયા સારી છતાં પરિણામમાં ફેર પડ્યા વિના રહે નહિ : અવિધિ એ દોષ છે, એ જાણ્યા પછીથી જાણી જોઇને દોષની પડખે નહિ ચઢતા. અવિધિ ન છોડાય તો પણ “એ તો એમજ ચાલે' એમ ન કહેતા. એવું માનતા કે બોલતા નહિ કે-ક્રિયા સારી છે માટે ગમે તેવા અવિધિથી પણ થાય અને લાભ મળ્યા વિના રહેજ નહિ. શું ક્રિયા સારી છે અને વિધિ ખરાબ છે ? ક્રિયા ગમે છે અને વિધિ કેમ ગમતો નથી ? આજે અવિધિના નુકશાનનો અને વિધિની જરૂરનો ખ્યાલ ઉડતો જાય છે. આ વેષમાં રહેલ પણ કેટલાક વિધિ પ્રત્યે બહુમાનનો નાશ થાય એવી રીતિએ અવિધિને પુષ્ટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અવિધિ ન થઇ જાય એમ નહિ, પણ વિધિ પ્રત્યેનું બહુમાન અને વિધિનો રસ તેમજ અવિધિ પ્રત્યેનો અણગમો એ બધું વું ન જોઇએ. સન્માર્ગના સ્થાપનરૂપ લડાઈ :
સભા. વસ્તુ સમજાય છે પણ અવિધિને પોષનારાઓની સાથે