________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૦૭ દરિદ્રતા ફેડવાનો પ્રયત્ન ચાલુ, ઉધો કે છત્તો પણ ચાલુ અને દોષ વળવાનો વિચાર પણ જોઇએ તેવો નહિ ! કર્મજન્યતા તો ત્યાં સમજવાની જરૂર ખાસ છે. સમભાવે અશુભ કે શુભ વેદતાં શીખાય તો માલાભ થાય. ઉદય નિર્જરા માટે બને. બીજા પણ અનેક કર્મ નિરે. જો સમભાવ ગુમાવે તો ઉદયમાં આવેલું જાય પણ બીજાં નવાં ઘણાં બંધાય. એ માટે આત્મનિરીક્ષણ કરતા થવાની જરૂર છે. વિધિની અપેક્ષા : - સુકૃતને મલિન કરનારા તેર દોષોમાં સાતમો દોષ અવિધિ છે જે ધર્મને આચરવો છે, તે ધર્મના વિધિને જાણવાની કાળજી ન કરવી, એ ધર્મના વિધિનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન નહિ, ધર્મમાં થતો અવિધિ ખટકે નહિ, ધર્મના વિધિ પ્રત્યે બીલકુલ બહુમાન નહિ, એ ધર્મને માટેની લાયકાત છે ? ધર્મવિધિ મુજબ કરવાની વૃત્તિ જોઇએ. દુનિયામાં પણ કયી વસ્તુ વિધિ વિના જ થાય છે અને ફળવી જોઇએ તેટલી ફળે છે ? દાળ, ભાત, રોટલી, શાક કરવાને માટે પણ વિધિ જોઇએ કે નહિ ? વગર પાણીએ અનાજ ઓરી દે તો ? બને. એજ રીતે બીજો અવિધિ થાય તો દુભાય, ખાવા લાયક ન રહે, ભાન બગડે અને મહેનત માથે પડે. ભાજનમાં રીતસર ઓરવાને બદલે ચૂલામાં ઓરે તો ? કયાં નખાય, કેમ નખાય, કેમ ઉપાડી લેવાય, કયારે ઉપાડી લેવાય, એમાંય વિધિ. રોટલી કરવાને માટે ઘઉં પાણીમાં ઓરાય ? દુનિયામાં પણ દરેક વસ્તુ વિધિની અપેક્ષા રાખે છે. જ્ઞાનિઓ ફરમાવે છે કે-ધર્મક્રિયા પણ વિધિ મુજબ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આજે ધર્મક્રિયા કરનારાઓમાં પણ મોટો ભાગ, એવો છે કે-એ ક્ટલી ટલી ક્રિયાઓ કરે છે, તે બધી જ ક્રિયાઓના વિધિનો યથાસ્થિત ખ્યાલ પણ નથી. ઘણા કહે છે કે-કરીએ છીએ પણ વિધિની ખબર નથી. આજે ઘણાઓને વસ્તુતઃ ધર્મ કરવો નથી અને ધર્મ કર્યો એમ માનવું છે.