________________
૩૦૫
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જીવવાની લાલસા નથી. જેઓમાં એ લાલસા છે, તે પુણ્યશાલી છે. એમની વાત નથી. જેમનામાં એ લાલસા નથી તેની આ વાત છે. જૈનત્વ કેળવવાને માટે બહુ પ્રયત્ન કરવા પડશે. ધર્મ વિના ધર્મી કહેવડાવવાની લાલસા ન હોવી જોઇએ. ધર્મ વિના દોષ ઢાંક્વા માટે ધર્મી કહેવડાવવું, એ પણ અપેક્ષાએ દંભ છે. જેનામાં એ હોય તેણે એ તજવો જોઇએ. આપણે આપણા પરીક્ષક બનવું :
સુકૃતને મલિન કરનારા તેર દોષો પૈકી કેટલાક દોષો એવા પણ છે, કે જે સામાન્ય રીતિએ બીજાની નજરે ન ચડે. કેટલાક દોષો બીજાની આંખે ન પણપડે એ બને. આ તો આપણે આપણી જાતના પરીક્ષક બનવું જોઇએ. આપણે આપણી જાતના પરીક્ષક ન બનીએ, તો એ દોષની વાસ્તવિક ખોડ જ્ઞાની સિવાય કોણ કાઢી શકે? સામો વિચક્ષણ હોય અને એથી અમુક અંશે સમજી જાય એ બને, દુર્ગુણોને ઢાંકવાનો દંભથી પ્રયત્ન કરવામાં આવે છતાં સામો વિચક્ષણ સામાન્ય રીતિએ સમજી જાય, પણ આબાલગોપાલ સમજી શકે એમ નહિ. એ માટે. ખરી વાત એ છે કે આપણે જ આપણા આત્માના પરીક્ષક બનવું જોઇએ. માત્ર ટકાથી દોષ ન જાય : સામામાં યોગ્યતા પણ જોઇએ. આત્મામાં ઉચિત વિવેક આવ્યા વિના, છતી સામગ્રીએ પણ, પોતે પોતાના દોષોને પરખી શકે નહિ. દોષોની ખોજ થતી રહે તો :
આજે આત્મનિરીક્ષણ લગભગ નષ્ટ થવા પામ્યું છે, એમ કહીએ તો ચાલે. શ્રી ક્લેિશ્વરદેવોએ કહેલા ધર્મને માને, મોક્ષમાર્ગને માને, આત્માને માને, પરલોકને માને, પુણ્યપાપને માને અને તે છતાં પોતાની આત્મદશા કદિ જૂએ નહિ, જોવાનો વિચાર કરે નહિ, એ ઓછા દુઃખની વાત છે ? રોજ નિયમિત દોષોની ખોજ થયા કરે તો દોષો બેસી રહે ?
સભા. જાય. કારમાં રોગ ઉપર પણ આયુષ્યાદિ હોય તો, ઔષધ કામ કરે છે