________________
શાનક ભાગ-૧
૩૦૩
માસ્તર વર્ગમાં પહેલા આવે અને વિદ્યાર્થી પછી આવે. માસ્તર યાદ રાખે પણ વિદ્યાર્થીને યાદ રાખવાનું નહિ, માસ્તરે નિયમિત રહેવાનું પણ વિદ્યાર્થીને ગમે ત્યારે આવવા-જવાની છૂટ, આવો કલાસ તો દુનિયામાં આ એક જ છે ને ? એનું કારણ ? લાગે છે કે-જરૂર કાળજી નથી ! ગરજ હોય તો વસ્તુને યાદ રાખવાની મહેનત હોય, યાદ ન રહે તો દુઃખ હોય,
જ્યારે અહીં યાદ રાખવાની ચિન્તા નહિ અને યાદ ન રહે એનું દુઃખેય નહિ. આ દશા હોવાથી, શ્રવણની જે અસર થવી જોઇએ તે થતી નથી. આવી દશાના યોગે શ્રવણથી જે પરિણામ આવવું જોઇએ તે આવતું નથી. આવી દશાના યોગે જવા લાયક દોષ જતા નથી, આવવા લાયક ગુણ આવતા નથી, ગુણ વધવાને બદલે ઘટે છે અને દોષ ઘટવાને બદલે વધે છે. જેણે પોતાના શ્રવણને વાસ્તવિક રીતિએ સફળ બનાવવું હોય તેણે કાળજીવાળા બનવું જોઇએ અને નિયમિતતા તથા યાદ રાખવાની વૃત્તિ કેળવવી જોઇએ. શ્રી જિનવાણીના શ્રવણથી થતા લાભ-અહીં શાન્તિ, પરલોક સુધરે અને મોક્ષ મળે ?
શ્રી નિવાણીને જો આખું કુટુંબ સાંભળે તો તેમને જૈનકુળ મળ્યું તે સાર્થક થાય. મોક્ષમાર્ગની સૌ કોઇ શકય રીતિએ આરાધના કરી શકે. એનાથી ઘરની પણ કેટલીય ઉપાધિ ટળે. કારણ ? બજાર છે, લાખ મળેય ખરા અને જાય પણ ખરા. કુટુંબ ધર્મને નહિ પામેલું હોય, તો
જ્યારે ફાવશો ત્યારે તો માન આપશે, પણ બજારમાં મૂકીને આવ્યા હશો અને તમે ચીડાશો તો એ સામે ચીડાશે. કુટુંબ ધર્મ પામ્યું હશે, તો એવા વખતે તમે ચિન્તામાં હશો તો તમને આશ્વાસન આપશે. ધર્મહીન કુટુંબમાં બજારમાં ન ફાવ્યા તો ઘરે ફીટકાર મળશે. ધર્મના સંસ્કાર જો મળ્યા હશે, તો તમારે અને કુટુંબને દુર્બાન નહિ કરવું પડે, દુર્ગાનથી બચાશે. ધર્મ પામેલ બાઇ હશે તો દુઃખના અવસરે દાગીના તમારા હાથમાં મૂકશે નહિ તો ડબ્બા ઉપર પોતાની છાપ મારશે. આ સંસ્કાર