________________
૩૦૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ઉપકારિની પાસેથી દોષોને જાણવાની અને સાંભળવાની આશા રાખો. પોતાની જાતને લાગે એવો ઉપદેશ આવે ત્યારે ખૂશ થાઓ. એ વૃત્તિ આવશે તો આત્માને સુધરતાં વાર નહિ લાગે. ધર્મક્રિયા શુદ્ધ થાય અને શુદ્ધ બની રહે એ માટે દોષોથી દૂર રહેવાનો પ્રયત્ન :
અહીં સુકૃતને મલિન કરનારા દોષોનું વર્ણન ચાલુ છે. દોષ, એ એવી વસ્તુ છે કે કાં તો સુકૃતને થવા ન દે. ભાવના થાય કે-કરું, પણ દોષના યોગે કરવાને માટે જોઇતી ઉજમાલતા આવે નહિ. ત્યારે દોષ કાં તો સુકતને થવા ન દે અને કાં તો સુકૃતની ક્રિયા ચાલુ હોય તે વખતે એને મલિન બનાવી દે અગર તો ક્રિયા થયા પછી પણ એને દૂષિત કરે. જે દોષ કાં તો ઉત્તમ પ્રવૃત્તિને આચરવા ન દે. આચરવા માંડી હોય ને બગાડે અને કાં તો પછી પણ દૂષિત કરે, એવા દોષથી ધર્મના અર્થીિએ ખૂબ ખૂબ સાવધ રહેવું જોઇએ. આ દોષોનું વર્ણન સાંભળીને પણબીજાના અનિષ્ટ બુદ્ધિથી દોષો જોવાને પ્રેરાતા નહિ, પણ પોતાનામાં એ દોષો કેટલા પ્રમાણમાં છે તે જોજો. દોષો સાંભળીને પોતાના આત્માનું નિરીક્ષણ કરવું જોઇએ. મને કયો દોષ અને તે કયાં તથા કેટલો મુંઝવી રહ્યો છે, એ જોવું જોઇએ. એ જોયા પછી એ દોષને કાઢવાનો પ્રયત્ન કરવો જોઇએ : કારણ કેપોતાનું સુકૃત દૂષિત થાય, એ વાસ્તવિક રીતિએ કોઇ પણ આત્માને પસંદ હોય નહિ. શાસકાર પરમષિઓએ આ દોષો દર્શાવવા દ્વારા એજ સૂચવ્યું છે કે-જેઓ પોતાના સુકૃતને દૂષિત બનાવવાને ન ઇચ્છતા હોય, તેઓએ આ દોષોથી પર બનવું જોઇએ. ધર્મની જરૂર છે, તો ધર્મક્રિયાને દૂષિત કરનારા દોષોથી પણ બચવું જોઇએ ને ? ધર્મક્રિયા શુદ્ધ થાય અને શુદ્ધ બની રહે, એ માટે દોષોને યળવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે અને માટે જ અહીં સુકૃતને મલિન કરનારા દોષોને લગતી વસ્તુ લેવામાં આવી
છે. સુકૃતને મલિન કરનાર તેર દોષો કયા કયા ? યાદ નથી. આવા ઠોઠ - નિશાળીયા કયા કલાસમાં હોય ? દુનિયામાં કોઈ આવો કલાસ છે ?