________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૦૧
આપણે સાધુની અને સાધમિની ભકિત કરવી જોઇએ, એમ થાય છે ? સાધમિર્ક વાત્સલ્ય હોય, તમે મવા બેઠા હો, તમારી બધી વસ્તુઓ આવી ગઇ હોય, પાસેનાં ભાણાંને ન આવી હોય, તો તમે શું કરો ? ખાવા માંડો કે રાહ જૂઓ ? આજે તો એવા કે-ઉંધું જોઇ ખાવા માંડે. બહુ થાય તો ખાતો જાય અને રાડ પાડતો જાય કે- ‘એ અહીં આવ્યું નથી.' પેલાને બતાવે કે-તમારે નથી આવ્યું તેની મને ચિન્તા છે ! પણ પોતાના ભાણામાંથી એક ટુકડોય પાડોશીના ભાણામાં મૂકે નહિ. એ જો બૂમ ન પાડતાં પોતાની થાળીમાંની વસ્તુ મૂકી દે, તો પેલો પણ સમજે કે-બૂમ ન પડાય. ભલા આદમી, પેલાએ મોટું સાધર્મિક વાત્સલ્ય કર્યું તો તું આટલું તો કર ! ‘આટલું પણ ન થાય.' આ કેવો દુર્ગુણ છે ? સામાન્ય રીતિએ તો આજુબાજુ બધે પીરસાયા વિના મવું ન જોઇએ. પારકાના દોષો રસપૂર્વક સંભળાય છે ઃ
આજે ઘણી ઘણી રીતિએ સ્થિતિ બગડી છે. કેટલાકો માટે મુશ્કેલી તો એ છે કે-એ સાચી ને હિતકર પણવાત સાંભળી શકતા નથી. સાચી હિતકારી ટીકાથી પણ એમને દુ:ખ થાય છે. ઉપદેશ જાતને લાગે એ માટે સાંભળવાનો છે. જે દિ’ પોતાની ખામી ન લાગે, જે દિ' ઉપદેશની અસર ન થાય, તે દિ' દુ:ખ થવું જોઇએ. રોજ નોંધ કરી જાવ છો - ઉપદેશ સાંભળતાં આજે મને મારી આટલી ખામીઓ જણાઇ ? આજે તો મોટે ભાગે પારકો દોષ જોવાની, સાંભળવાની અને બોલવાની કુટેવ પડી છે. પોતાનો દોષ જોવાની આજે મોટે ભાગે યોગ્યતા નથી, અરે, પોતાનો દોષ કોઇ ઉપકારી હે તોય સાંભળવાની આજે મોટે ભાગે યોગ્યતા નથી અને જ્યાં પોતાનો દોષ ઉપકારી કહે તોય સાંભળવાની યોગ્યતા ન હોય, ત્યાં ઉપકારિની પાસે ઇને પોતાના દોષને કબૂલ કરવાની યોગ્યતા કયાંથી હોય ? આ બધી યોગ્યતાઓ કેળવવાની જરૂર છે. આજે પારકાના દોષને રસથી સંભળાય છે, તેને બદલે પોતાના દોષને રસથી સાંભળવાની ટેવ પાડવી જોઇએ. પારકાની ધૃણા કરવાને બદલે પોતાની ધૃણા કરો.