________________
૩૧૮
રાજ કરાવે છે. સંગિત એ ભયંકર
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જેમ સુતવે મલિન કરનાર છે તેમ જ્ઞાન પણ સુકૃતને મલિન કરનાર છે. સુકૃતની ભાવના થાય તોય આ દોષ પ્રવૃત્તિને કદાચ રોકે. કુગુરૂકુસંગતિ અને સ્વચ્છાધાર્થિતા :
. છેલ્લા ત્રણ દોષ છે- કુગુરૂ, કુસંગતિ અને સ્વચ્છાધાથિતા. સદ્દગુરૂનો યોગ ન થાય એ વાત કરતાં પણ કુગુરૂનો યોગ કરવો એ ભયંકર છે. રત્નત્રયીથી રક્તિ ધર્માચાર્ય કુગુરૂ કહેવાય છે. કુસંગિત. સુવિહિતશિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-કલ્યાણમિત્રનો યોગ સાધવો અને અકલ્યાણ મિત્રનો યોગ તત્ત્વો. અહીં બે વાત જણાવી છે. નટવિયદિની સાથે અથવા ઉત્સુત્રભાષિઓની સાથે મિલન એ કુસંગતિ છે. કુગુરૂ અને કુસંગતિ એ બે દોષો એવા વધતા જાય છે કે-એ વિષે કોઇ સાચી સ્થિતિ રજૂ કરે તો કેટલાકને સાંભળવી પણ ભારે થઇ પડે. શાસનના નાશક કુગુરૂ અને અન્ય ઉત્સુત્રભાષિના શાસનના શ્રેય માટે તીરસ્કાર પણ જરૂરી છે છતાં ચાલે ત્યાં સુધી માનો કે-કુગુરૂ અને ઉત્સુત્રભાષિનો તિરસ્કાર ન કરવો, એનું અપમાન ન કરવું, પણ એનો યોગ અને એની સંગતિ એ શું? ઘણાઓ સમજવા, જાણવા અને માનવા છતાં પણ, એનો લોકહેરીથી ત્યાગ કરી શકતા નથી. પોતાની શ્લાઘાની ઇચ્છા પણ ઉન્માર્ગથી બચવામાં અને સન્માર્ગની સેવા થવામાં વિધભૂત છે. પોતાની શ્લાઘાનો અર્થી અવસરે ધર્મનો અર્થ રહેતો નથી. શ્લાઘાની અથિતા હોવાના યોગે કેટલાકો કુસંગતિ તજી શકતા નથી. પ્લાધાર્થિતાનો દોષ હોવાથી આજે કુગુરૂ અને ઉસૂત્રભાષિના પાશમાં ઘણા સપડાયા છે. એવાઓને એથી ઉત્તેજન મળે છે, માટે એ દોષ પણ મા હાનિકર છે. ઉપસંહાર :
આ શિથિલતા, મત્સરતા, કદાચ, ક્રોધ, અનુતાપ, દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, કુગુરૂ, કુસંગતિ અને સ્વશ્લાઘાથિલા એ તેર દોષો સુકુતને મલિન કરનાર હોવાથી, પોતાના સુકૃતને નિર્મળ રાખવાની ભાવનાવાળાએ એ તેર દોષોથી જેમ બને તેમ દૂર રહેવાનો પ્રયત્ન કરવો