________________
૩૨૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
નકલના ભયથી ડરી જઇને અસલ વસ્તુને પણ છોડી દેવા પ્રયાસ કરતું નથી. એવો પ્રયાસ કરનારા કાં તો અસલ વસ્તુનું મૂલ્ય જ સમજ્યા નથી, અગર સમજ્યા છે તો પણ તેને પ્રાપ્ત કરવાની પોતાની અશકિત હોવાથી બીજાની આગળ તેના મૂલ્યને ઇરાદા પૂર્વક છૂપાવે છે.
વૈરાગ્ય માટે પણ તેવી જ હકીકત છે. તે એક મહાનું વસ્તુ હોવાથી તેની સેંકડો નકલો આ જગતુમાં વિદ્યમાન છે : એટલું જ નહિ પણ જે કોઇ આત્મા પોતાની અશકિત યા અયોગ્યતાના કારણે તેને પ્રાપ્ત નથી કરી શકતા, તેમાંનો મોટો વર્ગ તેની નિન્દા કરવાનો જ માર્ગ અખત્યાર કરે છે. પરન્તુ તેટલા માત્રથી વૈરાગ્ય એ સદગુણ મટી જતો નથી. તેની અનેક નકલો તથા તેના પ્રત્યે અનેક કટાક્ષો જ એ વસ્તુ પૂરવાર કરે છે કે-અસલ વૈરાગ્ય એ કોઇ મહા મૂલ્યવાળી ચીજ છે અને તેની પ્રાપ્તિ કોઇ ભાગ્યવાનું આત્માને જ થઇ શકે છે.
નકલી વસ્તુને અસલ વસ્તુના મૂલ્યથી ખપાવવાનો પ્રયાસ કરવા માટે જેમ અનેક પ્રકારની માયાઓનું અવલંબન લેવું પડે છે, તેમ નકલી વૈરાગ્યને પણ અસલ વૈરાગ્યના મૂલે પ્રસિદ્ધ કરવા માટે મુખ્ય આલંબન દંભનું જ ગ્રહણ કરવું પડે છે. એટલા માટે દંભને અસલ વૈરાગ્યના મૂલમાં અગ્નિ મૂકનાર તરીકે વૈરાગ્યના જ્ઞાતા મહાપુરૂષોએ વર્ણવેલ છે. દંભને ધારણ કરનાર આત્મા જગતમાં પોતાની વૈરાગ્યવાન તરીકે પ્રસિદ્ધિ કરી શકે છે, તો પણ પોતે તો અનન્તકાળ સુધી વૈરાગ્ય રૂપી સગુણથી સર્વથા વંચિત જ રહી જાય છે. એટલા માટે શ્રી જિનશાસનમાં મુકિતમાર્ગના આરાધકો માટે સૌથી પ્રથમ શરત જીવનમાંથી દંભને દેશવટો આપવાની મૂકવામાં આવી છે. જીવનમાંથી દંભને સર્વથા દૂર કર્યા સિવાય મુક્તિ માટેના એક પણ સદનુષ્ઠાનની સાચી આરાધના થઇ શકતી નથી.
સમર્થ પંડિત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા અધ્યાત્મસાર નામના પ્રકરણરત્નમાં અધ્યાત્મનું સ્વરૂપ, તેની પ્રાપ્તિ અને વૃદ્ધિ કોને થઇ શકે, એ વિષે વિવેચન કરતાં ફરમાવે છે કે