________________
૩૧૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કયા શાસના આધારે ? ગુરૂએ શ્રી સ્થૂલભદ્રજીને વેશ્યાને ત્યાં ચોમાસું કરવાની આજ્ઞા કરી, તે કયા શાસના આધારે ? આજે કોઇ એવી આજ્ઞા આપી શકે ? શાસ્ત્રમાં સ્ત્રી, પંડક, પશુથી વતિ સ્થાનની આજ્ઞા, જ્યારે આ સ્થાન વેશ્યાનું ! શય્યાતરના આહારનો શાસમાં નિષેધ અને એમને શય્યાતરનો આહાર લેવાનો ! આહારમાં પણ અમૂક રીતની આજ્ઞા જ્યારે એમને પસભોજન ! રહેવાનું ચિત્રશાળામાં ! નાચ-ગાન-તાનની પણ મના નહિ ! વેશ્યા સાથે એકાન્ત ! આ બધું કેમ સંભવે ?
- શ્રી સ્થૂલભદ્રજી આગમવ્યવહારી નહોતા, પણ એમના ગુરૂદેવ આગમવ્યવહારી હતા. એમણે આજ્ઞા આપી એનું કારણ ? આજે એનું અનુકરણ કોઇ કરે તો ? એના એજ ગુરૂએ સિંહગુફાવાસી મુનિને ના પાડીને ? સિંહની ગુફામાં ચાતુર્માસ રહીને સંયમની સાધના કરનારને પણ. ના કેમ ? ગુરૂ યોગ્યતા જોઇ શકતા હતા. પરિણામને જાણી શકતા હતા. જ્ઞાનના બળે એ પરમર્ષિમાં અતિશય પ્રગટેલો. આવા વિશિષ્ટજ્ઞાનિએ આચરેલી પ્રવૃત્તિના અનુકરણ માટે ચર્ચા કરીએ તો ?
આ ઓછું કર્યું છે ? પણ એ કરનાર આગમવ્યવહારી હતા એમ આવે, એટલે ચૂપ થઇ જવું જોઇએ. એમજ કહેવાય કે-શાસ્ત્રની સર્વસામાન્ય આજ્ઞા એમ નથી પણ એની આચરણા કરનાર વિશિષ્ટતાની છે માટે એમને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે. આપણામાં એ તાકાત નથી, માટે આપણે તો આજ્ઞા જ જોવાની.
એ મહાપુરૂષો તો જ્ઞાનના બળે અનેક ભવો કહી શકે. શાસ્ત્રમાં લખ્યા હશે ? નહિ, જ્ઞાનથી એ જાણવાની શકિત પેદા થઇ. એમણે જે કર્યું તેમાં ‘કેમ કર્યું ?' એ પ્રશ્ન જ અસ્થાને છે. એમનું એ જાણે. એમને ઠીક લાગ્યું માટે કર્યું. જ્યાં વિધિની વાત ચાલે ત્યાં વિધિ બહારનાં દ્રષ્ટાન્ત નહિ લેવાં જોઇએ. વિધાનથી વિપરીત વર્તવા, વિધિથી બહારનાં દ્રષ્ટાબ્લો રજૂ કરવાં, એ મૂર્ખાઇ છે. આપણે માટે તો આજ્ઞા એજ પ્રમાણ. આગમવ્યવહારી એ રીતિએ દ્રષ્ટાત્તાતીત ગણાય. વિહિતની પુષ્ટિ માટે એ મહાપુરૂષોનાં