________________
૩૦૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સ. તો તો ભારે પડે ને ?
ત્યારે કહો કે ધર્મ કરવો છે પણ સંસારને લીલોછમ રાખવો છે ! દેહરે જવું છે, ઉપાશ્રયે જવું છે, પણ ઘરને ભૂલવું નથી ! નીતિની વાત કરવી છે પણ લાભ ચૂક્યો નથી; પછી ભલેને નીતિને નેવે મૂક્વી પડે ! આજે તો એવા પણ છે, કે જે બચ્ચાંને શિખામણ દે છે કે-જમવા જઈએ તો માલ ઉપર હાથ મારીએ ! એવું કહ્યું કે-ખાવાનું સારૂં હોય તો પણ એમાં લેપાઇએ નહિ ? આજ તો શીખવે કે-લઇ આવજો પણ આપી આવજો નહિ : પારકું ખાજો પણ તમારું ખવડાવશો નહિ ! આજે ઉત્તમ ગુણો, જે ધર્મ પામ્યા પહેલાં પણ ઉત્તમ કુળમાં સ્ટેજ આવે, તે સ્થિતિ નાશ પામી : કારણ કે મોટે ભાગે કુળ બગડ્યું ! એ ગુણોને કેળવવા હોય તો રોજ શ્રી જિનવાણી કુટુંબના દરેકને સંભળાવવાનું નક્કી કરો ! રોજ એક કલાકનું શ્રવણ પણ બાકીના ત્રેવીસ કલાકમાં પોતાની અસર કર્યા કરશે. બાકીના સમયમાં આ કલાક ધર્મને સાવ ભૂલવા નહિ દે. પાપ કરતાં પણ આત્મા ડંખવા માંડશે. જૈનના સહવાસમાં આવેલો છંદગીભર એની ઉત્તમતાને ભૂલે નહિ, એવું જીવન બનાવવું જોઇએ. ઇતરને પણ એમ થાય કે- “શ્રી વીતરાગ પરમાત્માનો ભકત, નિર્ચન્થ સાધુનો સેવક અને ધર્મનો કરનાર, ખરેખર. જ્ઞાનિઓ કહે છે તેમ ઉત્તમ જ હોય !' આવું જીવન આજે કેટલાનું ? સાધર્મિકવાત્સલ્યમાં :
આજે જે ગુણો જોઇએ તે ગુણો તે રૂપે દેખાતા નથી, એમ લાગે છે ? ગુણો નથી એનું દુખેય છે ? ગુણો મેળવવાનો પ્રયત્નય છે ? અને અમૂક ગુણો તો જોઇએ જ. એનો ખ્યાલેય નથી એનો પશ્ચાતાપ પણ થાય છે ? ભાણે બેઠા તો આપ્યા વિના ખાવું ભાવે છે ? આ ગુણ દીન-દુઃખી અને સાધમિક માટે ગયો એટલે આગળ પણ જાય. આ ગુણ પરંપરાથી ખીલે છે નવો આવવો મુશ્કેલ છે. ભલે, આપણે માટે ઓછું રહે, પણ