________________
૩૧૩
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હિતશિક્ષા આપતાં કહ્યું છે કે- “સૂરિપદને પામીને તું લેશ પણ અહંકારને પામીશ નહિ : જેમ હું ગોષ્ઠામાહિલ અને ગુરક્ષિત પર સમભાવે વર્તો છું, તેમ તારે પણ એજ રીતિએ સમચિત્તે વર્તવું : શિક્ષામાં કોઇ સ્થળે તું ઉપેક્ષા કરીશ અને કોઇ સ્થળે તું દ્રઢતા કરીશ, તો તું સૂરિ હોવા છતાં પણ તારી આયવાકયતા નહિ ટકે : એક મુનિનો અપરાધ રાગથી સહન કર્યો, તો બીજો તેનું અવલંબન લેશે એટલે શિક્ષા કરવાનું શકય નહિ બને : જે સૂરિ સુશિષ્યોને જાતવાન ઘોડાઓની જેમ અને બીજાઓને દુષ્ટ ઘોડાઓની જેમ સમ્યક્ પ્રકારે શિક્ષા કરે છે, તે સૂરિનો ગણ વિનીત થાય છે.” આ વિગેરે ઘણી હિતશિક્ષા આપી છે.
મૂળ વાત એ છે કે-શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ પોતાના પદે સ્થાપિત કરવાને માટે શ્રી દુર્બલિકાપુષ્પને યોગ્ય ધાર્યા, જ્યારે સાધુઓની સ્વનપણાના યોગે ગોષ્ઠામાહિલને અને ફલ્ગુરક્ષિતને એ પદ મળે એવી ઇચ્છા હતી. એ જાણીને શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ પોતાના ગચ્છની એકતા ટકાવવાને માટે ઘડાનું નિદર્શન કર્યું. શ્રી ફલ્ગુરક્ષિતને તેલના ઘડા જેવા ણાવ્યા, ગોષ્ઠામાહિલને ઘીના ઘડાની ઉપમા આપી અને શ્રી દુર્બલિકાપુષ્પ વાલના ઘડા જેવા છે, એમ કહીને શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ પોતાના પદે શ્રી દુર્બલિકાપુષ્પને સ્થાપિત કર્યા. એ વખતે ગોષ્ઠામાહિલ ત્યાં હાજર નહોતા. એમને આચાર્ય મહારાજાએ એક વાદિને જીતવાને માટે મોકલ્યા હતા. છતાં પોતે પોતાના શિષ્યની યોગ્યાયોગ્યતા તો જાણે ને ? શ્રી દુર્બલિકાપુષ્પ યોગ્ય હોવાથી તેમને પોતાના પ સ્થાપિત કર્યા, પણ કહ્યું કે- ‘જેમ ગોષ્ઠામાહિલ અને ફલ્ગુરક્ષિત ઉપર હું સમચિત્તે વર્તો છું, તેમ તારે પણ વર્તવું.' આ સમાધાનવૃત્તિ છે કે બીજું
છે ?
હવે ગોષ્ઠામાહિલને એ વૃત્તાંત જાણતાં ક્રોધ ચઢે છે. ઇર્ષ્યાથી એ પૃથક્ રહે છે. એક વાર એ ઉપાશ્રયે આવે છે એટલે બધા સાધુઓ ઉભા થઇ જાય છે, નમે છે અને કહે છે કે- ‘આપ અહીં કેમ રહેતા નથી ?' પણ