________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હશે તો મળશે તો દૂધ પીશે, દૂધ નહિ મળે તો છાશ પીશે, પણ બહાર વાત નહિ કરે. નહિ તો કહેશે-શું કામ પરણ્યા ? શાથી ? સંસ્કાર ગયા. દુર્ધ્યાનથી બચવું હોય, ઉપાધિથી બચવું હોય, તો શ્રી વીતરાગના ધર્મની વાસનાથી હૃદયને અને ઘરને સુવાસિત કરો. એમાં ધ્યેય સંસારસુખનું ના રાખતા. સંસારસુખ, એ તો પ્રાસંગિક ફળ છે. ધર્મની બુદ્ધિએ જો બધાં નિયમિત શ્રવણ કરતાં થશે, તો લાગશે કે- ઘરમાં પણ આત્માને થોડી શાન્તિ મળે તેમ છે ! રોજ નિયમિત સંભળાય અને રોજ ભેગા મળી ‘શું સાંભળ્યું ?' ની ચર્ચા થાય, તો અશુભના ઉદયે કદાચ પાયમાલીનો ટાઇમ આવેતોય શાન્તિ ટકે. ઘર ન છૂટતું હોય તો ઘરમાં પણ અમીરીથી જીવી યથાશકય ધર્મની આરાધના કરવાનો આ રસ્તો છે. એ કુટુંબ અવસરે લુખ્ખા રોટલા મળે તો લુખ્ખા રોટલા પણ પ્રેમથી ખાય ! ‘તમને કયાંથી પરણ્યાં કે-ખાવાને ઘી પણ નહિ !' -એમ એ નહિ બોલે. ધર્મી કુટુંબ તો બોલે કે- ‘સબ પુગલકી બાજી.' એ કયારે બને ? ધર્મના સંસ્કાર હોય તો ! પુદ્ગલની બાજીને આધીન ન થવું, એ ધર્મના સંસ્કાર મળ્યા વિના શક્ય નથી. શ્રી જિનવાણીનું નિયમિત શ્રવણ, એ સંસ્કારને આપનારૂં છે. આ ભવમાં શાન્તિ આપે, પરલોકને સુધારે અને છેવટ મોક્ષે પણ લઇ જાય, એવી આની તાકાત છે. આ તો સભ્યદ્રષ્ટિની કરણી છે, છતાં એ તરફ પણ ઉપેક્ષાનો પાર નથી, એ શું ? જૈન કુળ પુણ્યશાલી પામે
એ શાથી ?
અમૂક જીવો તમારા ઘરમાં જન્મ્યા, તમારા કુળમાં આવ્યા, એનું એમને ફળ શું ? દેવતાઓ પણ જૈન કુળોને ઇચ્છે છે. કારણ ? પાસેના તીર્થંચ જીવો પણ ધર્મ પામી જાય, એવાં એ ઘર હોય. આ કુળને પામેલાને નવતત્વ એમ ને એમ આવડે, એવા સંસ્કાર આ કુળોના હોય. એ સંસ્કારના યોગે દેવતાઓ આ કુળોની ઇચ્છા કરે છે. શસ કહે છે કે-જે પુણ્યશાલી હોય તે આ કુળને પામે ! શાથી ? સામાન્ય રીતિએ હરેક કાળમાં અને હરેક સંયોગમાં ધર્મ આરાધવાને મળે ! જૈન કહેવડાવો છો પણ જૈન તરીકે
૩૦૪