________________
૩૧૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
બેસવાનું છૂતું નથી.
સાથે બેસવાનું છૂટે નહિ તો પણ માખણીયા ન બનતા. સાફ સાફ કહેજો કે-આપે અમારા અવિધિને પુષ્ટ કરવાનો ન હોય, પણ અમને વિધિનો ખ્યાલ આપવાનો હોય. એકલા ક્રિયાના સારાપણા ઉપર જ ભાર મૂકવામાં આવે તો તો વિધિની મહત્તા જ ઉડી જાય અને વિધિની પણ જરૂર છે, એ ખ્યાલ પણ ઉડી જાય.
સભા. લડાઇ કેમ ચાલે છે ?
જેમ આત્મા અને કર્મની લડાઇ જારી છે તેમ ધર્મ અને અધર્મની લડાઇ પણ જારી છે. એ લડાઇ ચાલુ રહેવાની. દશકા પહેલાં જૂદી લડત હતી. આજે જૂદી લડત છે. લડત ધર્મ અને અધર્મ વચ્ચેની એમાં ફેર નહિ. આ શાસનની પરિસ્થિતિને સમજેલાઓ “કેમ લડો છો ?” એમ ન પૂછે. બં, ખોટું લડનારાને જરૂર કહેવું કે- “ખોટું કેમ લડો છો ?' પણ આજ તો કહેશે કે-દોઢવાંક વગર લડાઇ હોય ? વિચાર કરો તો સમજાય કે-એક્ના વાંકે પણલડાઇ હોય. ભાડુત ભાડું આપે નહિ, માલિક ભાડું માગે, ભાડુત ગાળો દેવા માંડે, માલિન્ને લડવું પડે, ત્યાં દોઢ વાંક કયાં રહ્યો ? એમાં કોઇ ડહાપણ કરવા જાય કે-હશે ભાઇ, કજીયો ન કર, તો ઘરના માલીકને કહેવું પડે કે-હઠી જા. કજીયો શાનો છે તે સમજે છે ? તેજ રીતિએ અહીં પણ આખી હકીકતને નહિ જાણનારા, સાચી હકીકત જાણવાની પરવા વિનાના, દોઢડહાપણ ડોળવા આવે, તો તેમનેય આઘા કાઢવા પડે. અમારા પૂર્વજો અધર્મની સામે લડતા આવ્યા છે. આ પુસ્તકોમાં ધર્મ-અધર્મની લડાઇઓ ભરી છે. એ લડાઇનો તો પ્રતાપ છે કે આજ સુધી માર્ગ ડોળાયો નથી. તમને લાગે કે-અમૂક ખોટું લડે છે, તો એને જઇને કહો કે-“ખોટું કેમ લડે છે ?' પણ ઉન્માર્ગના ઉમૂલન અને સન્માર્ગના સ્થાપન રૂપ લડાઇ જરૂરી છતાં અવસરે ન કરવાનું કહેવું, એ ડહાપણ નથી.
સભા. અણસમજુ હોય તે એમ જ કહેને ? આ અણસમજુની વાત નથી પણ દોઢડાહ્યાની વાત છે. અણસમજુ