________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એ ગુણ હતો માટે ! એણે કાંઇ રાગથી ગંભીરતા નહોતી રાખી. ગુણના યોગે જ એને વિચાર થયો કે-નાહક કોકનો જાન જોખમમાં મૂકાય કે શુંય બને, માટે બન્યું તે ખરૂં પણ હવે કોઇને કહેવું નહિ. બાઇ પર તેવો રાગ થઇ ગયો,હોત તો વાત જુદી હતી, પણ બાઇ પર તેવો રાગ નથી : કારણ કે-પ્રથમ પરિચય હતો. પહેલી જ વાર તેડવાને આવેલ છે. તેમાં બાઇ જ્વાને નાખૂશ હોવાથી એને કુવામાં ફેંકી દે છે. આવા પ્રસંગે ક્રોધ અને દ્વેષના માર્યા, ઉલ્ટો હોય તે કરતાં પણ વધારે દોષ આજે ગવાય કે નહિ ? આજે એવું બને તો ગંભીરતા રહે ? ગુણના યોગે ગંભીરતા જળવાય તો એ પ્રશંસાપાત્ર છે. આંધળા રાગને આધીન થઇ ઇને, પોતાના માનેલા બીજાના દોષો છૂપાવાય એ ગુણ નથી. ગુણ તો એ કહેવાય કે-કેવળ સ્વપરની હિતબુદ્ધિથી પારકા દોષોને પચાવાય ! ઉત્તમ કુળોમાં અમુક ગુણો કુદરતી આવે છે ઃ
આવા સ્વાભાવિક ગુણો પણ આજે લગભગ નષ્ટપ્રાયઃ થઇ ગયા છે : એનું મુખ્ય કારણ એ પણ છે કે-આનાં કુળો મોટે ભાગે વસ્તુતઃ સુકુળો રહ્યાં નથી. સુકુળ, એ પણ અમુક ગુણોને પમાડનારૂં અને ટકાવનારૂં પ્રબળ સાધન છે.
શાસ્ત્રકારોએ કહ્યું કે-આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળની પ્રાપ્તિ પણ મહાપુણ્યના યોગે થાય છે. આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળ, એ સામગ્રી પણ આત્મામાં અમૂક જાતિની યોગ્યતા સ્હેજે ઉત્પન્ન કરી દે છે. ધર્મ પામ્યા પછીથી આવતા ગુણો એ જુદા, પણ તે સિવાયના ગુણ, આર્યદેશ, ઉત્તમ જાતિ તથા ઉત્તમ કુળને પામેલામાં સામાન્યતઃ કુદરતી આવે છે. રાજકુળોમાં વિનયગુણ કુદરતી મનાય છે. ઉત્તમ કુળોની અંદર ભાષામાં પણ નમ્રતા હોય છે. ભાષા ઉપરથી પણ કુલીનતાનું માપ નીકળે. અમૂક કુળમાં અમૂક ગુણ લાવવા નથી પડતા, તે સ્વાભાવિક આવે છે : નહિતર કુળ ઉત્તમ શાનાં ? જેમ દેશની ભાષા બચ્ચું વગર ભણ્યો પણ બોલતાં શીખે છે, તેમ ઉત્તમ કુળોમાં અમૂક ગુણો કુદરતી
૨૯૫