________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૯૩ પર બન્નેને હણનારો છે. આજે ઘણાઓ એવો દંભ ધર્મમાં કરે છે કે-ન પૂછો વાત. અહીં કંઇ બોલે, બહાર જઇને કંઇ બોલે. સાધુ પાસે જાય તો વન્દન કરે અને પછી બહાર ગાળ પણ દે ! આત્મકલ્યાણના અભિલાષી આત્માઓએ, એ દંભને તજવામાં જરા પણ પ્રમાદી નહિ બનવું જોઇએ. સુકૃતને દૂષિત કરનારો આ છઠ્ઠો દોષ છે. બીજાના દોષ પચાવવા :
અનન્ત ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે ધર્મ વિનાનું જીવન, એ વાસ્તવિક જીવન નથી. જીવનની કિમત ધર્મથી છે. જીવનમાં ધર્મની જરૂર અનિવાર્ય છે. હવે જ્યારે જીવનમાં ધર્મ એ જરૂરી વસ્તુ છે, એના વિના ચાલે તેમ છે નહિ, ધર્મ વિનાના જીવનની કિમંત નથી, તો ધર્મ જીવનમાં આવે કયારે ? આત્મામાં અમુક પ્રકારની દશા પ્રગટે તો ! વાસ્તવિક રીતિએ ધર્મ જીવનમાં આવે, એ માટે આત્મામાં અમુક પ્રકારની લાયકાત આવવી, એ પણ આવશ્યક છે. ધર્મ, એ એવી મામુલી વસ્તુ નથી કેએકદમ, વગર યોગ્યતાએ આવી જાય. આરોગ્ય લાવવા માટે રોગ
વો જોઇએ ને ? રોગ જાય કયારે ? યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ. સેવન કરાય તો ! ઔષધિ પણ કામ કયારે કરે ? જરૂરી મળ નીકળ્યા બાદ ! પહેલાં મળ કાઢવાની મહેનત ઘાય. મળ નીકળે, પેટ સાફ થાય, યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ સેવન કરાય અને એથી રોગ જાય તો આરોગ્ય પ્રાપ્ત થાય : તેમ ધર્મ એ પણ આત્માનું આરોગ્ય પ્રાપ્ત કરાવનારૂં અનન્તજ્ઞાનિઓએ દર્શાવેલું અનુપમ કોટિનું ઔષધ છે. એ ધર્મ રૂપ ઔષધ કામ કયારે કરે ? આત્માને વળગેલો અમૂક મળ દૂર થાય ત્યારે ! જ્યાં સુધી આત્મામાં મળ વધુ પ્રમાણમાં બેઠો હોય છે, ત્યાં સુધી તે આત્માને માટે ધર્મ રૂપ ઔષધિ જોઇએ તેવી કારગત બનતી નથી. ધર્મને પામવાની લાયકાત આવવી, એનો જ અર્થ એ છે કે-અમૂક પ્રકારનો મળ દૂર થવો : આથી સ્પષ્ટ છે કે-જેણે ધર્મ રૂપ ઔષધિનું સેવન કરવા દ્વારા આત્માની સ્વાભાવિક નિર્મળ દશાને પ્રાપ્ત કરવી હોય,