________________
૨૯૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
દંભ છે ? પછી એમ લાગી જાય કે-આપણે દંભ કરીએ છીએ, તો એ દુર્ગુણને કાઢી નાખવાનો પ્રયત્ન શરૂ કરી દેવો. દંભનો લેશ પણ નથી, એમ આત્મા સાક્ષી પૂરે છે? કોઇ એમ કહે કે-પૂજા બહુ સારી કરો છો ? અને જો તેમ ન હોય કે શકિત મુજબ ન કરતા તો કહેવું કે-હજુ શક્તિ મુજબ, કરવી જોઇએ તે રીતિએ થતી નથી. આજે કેટલાકોની એ માન્યતા થઇ ગઇ છે કે-દુનિયામાં ગમે તેમ ઉધાં-છતાં કરીએ પણ ફાવતી રીતે થોડો ધર્મ કર્યો એટલે બેડો પાર ! એવાને એ કોણે શીખવ્યું ? ઘણી ઘણી વિપરીત માન્યતાઓ ઘર કરી ગઇ હોય એમ કેટલાકો માટે દેખાય છે. એ દૂર કરવી હોય તો વિવેક કેળવો. વિવેક આવ્યો તે દિ શકિત-સામગ્રી જેટલો ધર્મ નહિ થાય તો હૈયામાં દુઃખ થશે. ખોટા હોવા છતાં પણ સારા કહેવાઇએ એવી જ ઇચ્છા તે દંભ છે. ભાવના ન હોય તો પણ ધર્મ કરવાની મના નથી, પરંતુ પોતાના દોષને ઢાંક્વા માટે દંભથી ધર્મ કરવાની મના છે. દેખાવ માટેનો ધર્મ એ ધર્મ નથી પણ દંભ છે. વર્તનમાં ખામી રહેવી, એ અસંભવિત નથી. ખામી હોય, પણ દંભ નહિ જોઇએ. ગુણી તરીકે પૂજાવા માટે, ગુણી તરીકેનો સત્કાર પામવા માટે, ગુણીજનોમાં ખપવા માટે, પોતાના દોષોને ઢાંકવા અને અછતા ગુણોને કહેવા, એ ભયંકર દુર્ગુણ છે. દંભ દુત્યજ છે એમ લાગે છે ? અનુભવ કરવા માંડો તો લાગે; ઉત્તમ ક્રિયા સરળતાપૂર્વક, આડંબર વિના, સારૂં કહેવડાવવાની વૃત્તિ વિના કરવા માંડો અને તે પછી આત્માને પકડવા માંડો. દંભને કાઢ્યા વિના મોલે
વાવાનું નથી, કારણ કે-દંભથી ધર્મ દૂષિત થાય છે. વિનચરત્નનો દંભ :
| વિનયરત્નના દંભથી આચાર્ય છેતરાયા. એવો દંભી કે- સૌ કરતાં વધુ વિનયી લાગે. બાર બાર વર્ષ સુધી સંયમની ક્રિયાઓ એવી રીતિએ કરી કે-ગુરૂને અતિ વિશ્વાસ આવ્યો એના પરિણામે, વિનયરત્ન રાજાને હસ્યા અને એથી આચાર્યને સ્વયં મરવું પડ્યું. આ સ્થળે કહેવાશે કેએટલો વખત સંયમમાં તો રહ્યો ને ? નહિ જ, માટે સમજો કે-દંભ સ્વ અને