________________
૨૯૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેણે ધર્મને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરવામાં બેદરકાર બનવું ન જોઇએ. ધર્મને પામવાની લાયકાતને અંગે, પહેલાં આપણે ઘણી બાબતો વિચારી ગયા છીએ. જેનામાં ધર્મને પામવાની લાયકાત આવી છે, તેવો આત્મા, સામાન્ય રીતિએ પોતાના દોષોને જોવાની અને જાણવાની ઉપેક્ષાવાળો ન હોય : એટલું જ નહિ પણ પોતાના દોષને યથાશકય સુધારવાની વૃત્તિવાળો પણ ન હોય એમ નહિ. એવો આત્મા પારકા દોષોને ઇરાદાપૂર્વક અનિષ્ટ વૃત્તિથી જોવાને પ્રેરાનારો ન હોય. કોઇના દોષ એ ન જ જૂએ એમ નહિ, પણ દોષ જોવામાં એની દુર્બુદ્ધિ ન હોય. પારકાનાં દોષને જોવાની વૃત્તિવાળો ન હોય, તેમ છતાં પારકા દોષ દેખાઇ જાય, તો એ દોષોને એ પચાવનારો હોય; પણ કોઇનુય અનિષ્ટ થાય એની દરકાર રાખ્યા વિના, હીન વૃત્તિવાળો બની, એના ધજાગરા ચઢાવનારો ન હોય. પોતાના દોષ જોવા, જાણવા તથા સુધારવાની આતુરતા અને પારકા દોષ જોવાની દુવૃત્તિ નહિ તેમજ જોવાઇ જાય તો પચાવવાની વૃત્તિ, એ પણ નાનોસૂનો ગુણ નથી. એ ગુણ. આજે લગભગ વિસારે પડતો જાય છે. કાંઇક અંશે એ વસ્તુ કુટુંબમાં રહી છે, પણ ત્યાંય જો ઉંડા ઉતરીને “તપાસાય તો નાસીપાસી મળે તેમ છે. સ્વાર્થ ઉપર ઘા પડે તો ત્યાંય ગંભીરતા પ્રાય: રહેતી નથી. ત્યારે જ્યાં મારાપણું મનાયું છે ત્યાં એની ઝાંખી મળે તેમ છે ! બાકી તો આજે પારકો દોષ ઝટ દેખાય છે એમ નહિ પણ ઝટ જોવાય છે અને પોતાનો દોષ પ્રાય: દેખાતો નથી. જ્યાં આંધળો રાગ થઇ જાય છે, ત્યાં કેટલીક વાર દોષ પણ ગુણ રૂપ લાગે છે અને અન્યના દોષને પચાવવાની તાકાત આજે નષ્ટપ્રાયઃ થઇ ગઇ છે. પૂર્વકાળમાં તો ધર્મને નહિ પામેલા પણ સુયોગ્ય આત્માઓમાં એ ગુણ સ્વાભાવિક મનાતો. પારકા દોષ જોવા, પારકા દોષ ચોરે અને ચૌટે કહેવા તેમજ પારકી નિન્દા કર્યા કરવી, એ આજે લગભગ સ્વાભાવિક જેવું મનાય છે, જ્યારે પૂર્વકાળમાં એ દુર્ગુણ બહુ ભયંકર મનાતો પેલા વણિકુપુત્રના દ્રષ્ટાન્તમાં આપણે એ વસ્તુ જોઇ. એણે બાઇના દોષને ખમી ખાધો, ગંભીરતા રાખી કોઇને ન કહ્યો, એ શાથી ? એનામાં