________________
૨૯૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જે સમર્થ ન હોય તેણે શુદ્વ શ્રાવક બનવું એ યોગ્ય છે, પરંતુ પોતાના દોષો દંભથી આચ્છાદિત કરી રહેવું તે યુકત નથી : કારણ કે-દંભથી ધર્મ નથી થતો, એવો શાસ્ત્રનો સિદ્ધાન્ત છે.
ગુણ લીધા, પછી નથી પળતા, નથી સચવાતા ને બહાર કહેવાય નહિ, એ માટે દોષ ચાલુ રાખવા ? અશકિતના યોગે ઉત્તરગુણના પાલનમાં ન્યૂનતા આવે એ વાત જુદી છે, પણ નહિ પાળવા છતાં પાળીએ છીએએવો દંભ ન જોઇએ. સાધુ અને શ્રાવક સિવાયનો પણ એક માર્ગ છે. કયો ? સંવિજ્ઞ પાક્ષિકનો. એ વિષે કહે છે કે-સાધુપણું મળે નહિ અને શાસનમાં દ્રઢ રાગ હોય તેમ મુનિવેષ તરફ બહુ ભકિત હોય એથી પ્રખ્યાતિથી શાસનાપભાજપનાની ભીતિથી મુનિવેષને છોડવાને જે અશકત હોય, તે મુનિ શું કરે ? વિશિષ્ટ સંયમી સાધુનો સેવક બની રહે. સંવિજ્ઞપાક્ષિક બને. જે લજ્જાથી કે શાસનની અપભ્રાજવાની ભીતિથી મુનિવેષનો ત્યાગ કરવાને સમર્થ ન હોય, તેણે સાધુઓને સ્વસ્વરૂપના નિવેદનપૂર્વક સાધુસેવાકારી સંવિજ્ઞપાલિકપણે રહેવું જોઇએ. સંવિજ્ઞપાક્ષિક કેવા હોય ? વંદે પણ વંદાવે નહિ. ઉપદેશ દે પણ મુંડે નહિ. સાધુઓને જણાવે કે-હું મુનિ નથી. એવો નિર્દભ અને મન્દઝિયોદ્યમ સંવિજ્ઞપાક્ષિક, કે જે યથાર્થ મુનિગણનો પ્રરૂપક હોય, તેની સ્વલ્પ પણ યતના, નિર્દભપણાના યોગે, કર્મની નિર્જરાને કરે છે. આ રીતિએ નિર્દભપણે જીવે તો એની થોડીય યતના, તે ગુણરાગી હોવાથી, ઘણો લાભ કરે. કયારે ? આ વૃત્તિ હોય તો.
આ પછીથી વાચકશેખર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે-એવાનું નામ લેવું એય પાપ છે. કોનું ? પાંચ મહાવતના ભારને, એટલે મહાવતોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસાર નિરતિચારતાથી પાળવાને અસમર્થ એવાં કેટલાક લૂચ્ચાઓ, પોતાના સ્વરૂપને જાણતા હોવા છતાં પણ, “અમે સાધુ જ છીએ' એમ બોલે છે, તેવા ચારિત્રભ્રષ્ટ દંભિઓનું નામ લેવું, એ પણ પાપને માટે થાય છે. દંભની અનર્થકારકતા સમજવાને માટે આ ઓછું છે? મહાવતની ક્રિયા પણ નિષ્ફળ નિવડે,