________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૮૯ સ્વભાવથી, વતપાલન પણ અવિરતિની વૃદ્ધિ માટે થાય છે. દંભ, એ કેટલો ભયંકર દોષ છે, એનો ખ્યાલ આવે છે ? દંભથી એટલે પોતાના દોષ ઢાંકવાના સ્વભાવથી વત પણ અવતની વૃદ્ધિને માટે થાય છે એમ કહે છે !
“દંભ આવો ભયંકર હોવા છતાં પણ, લોક કેમ દંભ કરતા હશે ?' આ પ્રશ્નનું સમાધાન કરતાં પણ એ મહાપુરૂષ ફરમાવે છે કે- “દંભના આ મહિમાને જાણવા છતાં ય, એટલે માયાચારની ચેષ્ટાએ આપેલી વિડમ્બનાને પોતાની બુદ્ધિથી જાણતા હોવા છતાં પણ, દુનિયામાં મૂર્ખશખરોને દંભ ઉપર એવો વિશ્વાસ જામે છે કે-એ સુખ આપનારો છે.' આજે ઘણાને એમ થાય છે ને કે-દંભ રાખીશું તો ફાવીશું ? એના યોગે દોષ ઢંકાય છે અને ખોય પણ ગુણ બહાર લવાય છે ! કેટલાક મુખ માને છે કે-આ દંભ ન આવડ્યો હોત તો બૂરી હાલત થાત ! કહેશે કે-એ તો કરવો પડે; એ વિના ન ચાલે. એમ કરતાં દંભ ઉપર વિશ્વાસ થઇ જાય કે-એનાથી ફ્લાય છે. એવાઓ પગલે પગલે અપમાનાદિથી તિરસ્કારને પામે છે.
આ પછી એ જ “મહાપુરૂષ' ફરમાવે છે કે અહો, મોહનો પ્રભાવ કેવો છે? કે-કાજળના કુચડાથી જેમ ચિત્રનું રાત્યાનાશ વળે તેમ દંભથી શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલી ભાગવતી દીક્ષાનું મૂર્ખાઓ સત્યાનાશ કાઢી નાખે છે : માટે ધર્મમાં વિનાશના હેતુભૂત એવો ઉપદ્રવ તે દંભ છે. જેમ કમળને માટે હિમ વિનાશહેતુ છે, જેમ શરીરને માટે રાગ વિનાશહેતુ છે, જેમ વનને માટે અગ્નિ વિનાશહેતુ છે, જેમ દિવસને માટે રાત્રિ વિનાશહેતુ છે, જેમ શાસ્ત્રને માટે જડતા વિનાશહેતુ છે અને સુખને માટે જેમ કલહ વિનાશ હેતુ છે, તેમ ધર્મને માટે દંભ એ વિનાશ હેતુ છે.
હવે આગળ વધીને એ મહાપુરૂષ ફરમાવે છે કે માનો કે-સંયમ લીધું. એ પછીથી પાંચ મહાવત રૂપ મૂલગુણો અને એ મૂલગુણોની વૃદ્ધિ કરનારા પિડેવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો, એ ગુણોનું પાલન કરવાને