________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૮૭
યશોવિજયજી મહારાજાએ દંભના દોષ સંબંધમાં જ કહ્યું છે, તે પણ. તમને કહી દઉં. તે ઉપકારી ફરમાવે છે કે-દંભ, એ મા અનર્થને કરનારો છે. દંભ, એ મુક્તિ રૂપ વેલડી, કે જે સર્વ સુખને આપનારી છે, તેને બાળવામાં અગ્નિ સમાન છે. દંભ, એ ધર્મક્રિયા રૂપ ચંદ્રને મલિન કરનારા રાહુ ક્વો છે. દંભ, એ સર્વજનોને જે દુર્ભાગ્ય ગમતું નથી તેના કારણે રૂપ છે. દંભી સર્વના અનિષ્ટનું કારણ બને છે. દંભ, એ આત્મિક સુખની આડે આવનાર અર્ગલા રૂપ છે. દંભ, એ જ્ઞાન રૂપ પહાડને ભેદનાર વજ રૂપ છે. ભણીને ઘણી વિદ્વત્તા મેળવી હોય, પણ જો દંભ રૂપ હોય, તો એ દોષ એને ભેદનાર વજ સમાન છે. દંભ, એ કામ રૂપ જે અગ્નિ-તેમાં હોમવાની વસ્તુ જેવો છે. દંભ. એ સર્વ કષ્ટોની ઉત્પત્તિનું કારણ હોવાથી, કષ્ટોના મિત્ર રૂપ છે. તેમજ દંભ, એ મહાવત આદિ જે વતો-તે રૂપ લક્ષ્મીને ચોરી લેનારો છે.
આ પ્રમાણે દંભનો મહિમા ગાયા બાદ, દંભનું સ્વરૂપ દર્શાવ્યા બાદ, એ જ વાચકશેખર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કેદંભથી વત લઇને, જે મુકિતને પ્રાપ્ત કરવાને ઇચ્છે છે, તે અજ્ઞ છે. દંભથી વત લઇને મુકિતની ઇચ્છા રાખવી, એ લોઢાની નૌકામાં બેસીને સમુદ્રના પેલા કાંઠે જવાની ઇચ્છા રાખવા જેવું છે. અર્થાતુ-એ શકય નથી. '
જ્યાં સુધી મહીં દંભ બેઠો છે, ત્યાં સુધી વત-તપ-જપ વિગેરે કિમંત વિનાનાં છે. કહે છે કે-હૃદય રૂપ ઘરમાંથી જેણે દંભને કાઢ્યો નથી, તેના તે વતથી તેને કયો ગુણ મળવાનો ? કોઇ જ નહિ. અથવા એવા તપથી પણ શું મળે ? કાંઇ જ નહિ. એ સમજાવવા માટે દ્રષ્ટાત્ત આપે છે. જેમની આંખોનું આંધળાપણું નથી ગયું, જે આંધળા છે, તેમને માટે દીવાઓ કે દર્પણ શા કામનો ? જેમ આંધળાઓને માટે દીવા અને દર્પણ નકામાં છે. તેમ જ દંભથી થાય તો વત-નિયમ-તપ નકામાં છે.
દંભ કોને કહેવાય ? પોતાના દોષને છૂપાવવા માટે હેયે કંઇ અને હોઠે કંઇ, મહીં કંઇ અને દેખાવ કંઇ, એ દંભ છે. લોચ કરે, ભૂશયન કરે,