________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૮૫ ને ? સમુદાયના હિતને માટે શિક્ષાય જરૂરી નથી એમ નહિ. સ્થવિરોને સોંપવામાં સાધુઓનું હિત જળવાય, એ હેતુ છે. વિહિત કોટિની ક્રિયામાં ગણાતો પ્રશસ્ત ક્રોધ ખમવાની જેનામાં તાકાત નથી, તે ધર્મ આરાધવાને લાયક નથી. જે ક્રોધ આત્મભાન ભૂલવે, શું બોલાય ને શું નહિ-એનો ખ્યાલ ન ટકવા દે, નહિ બોલવા લાયક બોલાવે, નહિ કરવા લાયક કરાવે, એ ક્રોધથી દૂર રહેવું જોઇએ. બાકી જે ક્રોધ સાબુની જેમ કર્મમળ દૂર કરવાના સાધન રૂપ છે, એને માટે આ વાત નથી. અપ્રશસ્ત ક્રોધ સુકૃતને મલિન કરનારો છે, માટે એને ચોથા દોષ તરીકે જણાવાયો. અનુતાપ : - પાંચમો દોષ અનુતાપ. કોઇ પણ સારી ધર્મક્રિયા કર્યા પછીથી પશ્ચાતાપ કરવો કે-અધિક કરી નાખ્યું, અગર તો ખોટી ઉતાવળ થઇ ગઈ એમ થાય, એ પણ સુકૃતને મલિન કરનારો દોષ છે. નિયમ કરતાં શું કરી દીષો પણ પાછળથી જો એમ થાય કે- “આ સાલમાં બહુ ઝંપલાઇ ગયા.” -તો એ નુકશાનકારક છે. કોઇ સાલમાં ધર્મમાર્ગે ધાર્યા કરતાં વધુ ખર્ચાઇ જાય, તો એમ થાય કે- “આ ઠીક ન થયું' -એ દોષસૂચક છે. અનુતાપ, એ પણ ભંડો દોષ છે. કેવોક ભંડો ? કરેલી બધી ઉત્તમ પણ ક્રિયાને કદાચ નિષ્ફલ કરનારો. જે ક્રિયા કર્યા પછીથી અનુમોદના થવી જોઇએ, એને બદલે પશ્ચાત્તાપ થાય, તો આત્માની નિર્મળતા નાશ પામે કે બીજું કાંઇ થાય ? ધર્મક્રિયા કર્યા પછીથી- અધિક કરી તે ઠીક ન થયું' એવો વિચાર કરવો તે લાભકારી નથી, પણ લાભને બદલે નુકશાન કરનાર છે. મુનિ આવ્યા, ભાવના વધી, વસ્તુ આપી દીધી, પછી એમ થાય કે- “ઓછી આપી હોત તો ઠીક થાત' એ દોષ રૂપ છે. કોઇ ટીપ આવે, ભાવનાનો ઝરો ખૂલી જાય, ભાવનાનો વેગ વધી જાય, ઉલ્લાસમાં દેવાઇ જાય, પણ ઘેર ગયા પછીથી એમ થાય કે- “વઘારે મંડાઇ ગયા, આજે ન હોત તો ઠીક થાત' -એ વિચાર આવે, તો સમજવું કે-અનુતાપ નામનો દોષ સુકૃતને મલિન બનાવી રહ્યો
દોષ રૂપ છે. કલાસમાં દેવાઇ જાય તો છક થાત' એ
કો