________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૮૩
કદાચથી બચવાના ઘણા રસ્તા છે. કયારે? પકડેલી ખોટી પણ માન્યતાને મૂકતાં માન જસે એ વૃત્તિ ન હોય ત્યારે. આપણું ખોટું દેખાશે, એ ચિન્તા ન જોઇએ. ખોટું લાગે છે પણ મારું ખોટું હતું એમ કહીશ તો મને કોઇ માનશે નહિ, મારે માટે કોઇ ખરાબ વિચાર બાંધશે, એ જાતિના વિચાર ન જોઇએ. એવી માન્યતાના યોગે, ખોટું લાગવા છતાં પણ ખોટું પકડી રાખે તો પરિણામે સમ્યક્ત્વ જાય અને મિથ્યાત્વ આવે. કયું ? આભિનિવેશિક. નિવોને થયું ને ? કમલપ્રભાચાર્ય, જેમનું નામ પાછળથી સાવદ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયું, તે શાથી ભૂલ્યા ? પોતે જાણે છે કેખોટું તો થયું, પણ જો ખોટું કહું તો નામના ચાલી જાય. પાટ ઉપર બેઠા છે, ત્યાં સાચું કહેવું કે નામના જાળવવી, એ વિચારોનું યુદ્ધ ચાલે છે. નામનાનું પલ્લું નમી જાય છે. શ્રી તીર્થંકર-નામકર્મનાં એકઠાં થયેલાં દળીયાં વિખરાઇ જાય છે. એમની નામના એક સમર્થ આચાર્ય તરીકેની હતી. ચૈત્યવાસિઓને એ હંફાવનારા હતા. ચૈત્યવાસિઓ એમનાથી થરથરતા. એ આવે તો પગમાં પડતા અને વિનંતિ કરતા કે-આપ અમારું ન બોલતા : કારણ ? ખાત્રી કે-અવસરે બોલ્યા વિના નહિ રહે. એવા પણ સમર્થ, કે જેમણે પહેલાં મોટી શાસનપ્રભાવના કરી છે, તે નામનાના પલ્લામાં નખ્યા, વિપરીત બોલ્યા તો ગબડ્યા અને અનંત સંસારમાં રૂલ્યા.
સ. ખાનગી પ્રાયશ્ચિત લે તો ?
પણ પહેલાં પોતે ઉંઘી પ્રરૂપણા કરી એથી હજારો ઉન્માર્ગે ચઢ્યા તેનું શું ? પોતે તો પ્રાયશ્ચિત લીધું, પણ એની ઉધી પ્રરૂપણાના યોગે જે ઉન્માર્ગે ચઢ્યા તેનું શું છે ને કે-જે વાત ખોટી લાગે તે પકડવી નહિ ? આજે જો આ કદાગ્રહ નીકળી જાય તો મોટા ભાગના ઝઘડા નીકળી જાય. કદાચહિઓ પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા સત્તરસો બાનાં લાવે. પોતાનાં જ ઘનમાં પરસ્પર વિરોધ આવે, એટલે ઉલ્ટી રીતે કહેશે-આ તો મેં અમુક હેતુથી કહ્યું હતું અને તે ફલાણી અપેક્ષાએ