________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૮૧ એ શિથિલતાથી પણ ખરું ને? જ્યારે દુનિયાનું કોઇ કામ ન હોય ત્યારે આ ક્રિયા કરવાની એમ ?
સ. અચાનક કામ આવે.
દુનિયાના અચાનક આવતા કામ કરતાં આની કિમત ઓછી ને ? શ્રાવકથી કદાચ તેવી શકિત આદિ ન હોય તો સાધુ ન બનાય, પણ શ્રાવકપણાની કરણી તો ચૂકવી જોઇએ નહિ ને ? વ્યાખ્યાનશ્રવણ, એ સમ્યગદ્રષ્ટિની પણ કરણી છે ને ?
સ. જોઇએ તેવી કિમત લાગી નથી.
માટે તો વિચાર કરવાની જરૂર છે ! સુકૃતને દૂષિત કરનારો, શિથિલતા, એ પહેલો દોષ છે. માત્સર્ય :
બીજો દોષ માત્સર્ય. માત્સર્ય એટલે પારકા ગુણને સહન ન કરવા તે. બીજાના ઉત્તમ પણ ગુણોને આનંદપૂર્વક જોઇ ન શકાય, તે મત્સરતા છે. માત્સર્ય એટલે પારકા ગુણને સહન કરવાની તાકાતનો અભાવ. આ દુર્ગુણ, કોઇ પણ ઉત્તમ ક્રિયાને પ્રાય: સીધી થવા દે નહિ. આ દુર્ગુણ બીજાના ઉત્તમ ગુણોને જોઇ પ્રમોદ ન થવા દે, પણ સામાને હલકો પાડવાને ય પ્રેરે. આજે ધર્મક્રિયા કરનારાઓમાં પણ અમુક એવા છે કે-પાછળના આગળનાની અને આગળના પાછળનાની ટીકા કરે છે. કોઇ ટીપ આવે તો શું થાય છે ? એ દશા શાથી ? એવાઓ કોઇ કોઇના ગુણને આજે સહન કરવાને તૈયાર નથી, શૈથિલ્ય દોષની જેમ માત્સર્ય દોષનું પણ સામાન્ય મોટા પ્રમાણમાં છે ને ? આજના કેટલાકો પોતાનાથી સુખીને જોઈ શકતા નથી; પોતાનાથી આગળ વધેલાને જોઈ શકતા નથી; કોઇને સારો ધર્મી બનેલો જોઇ શકતા નથી. કોઇની ઉત્તમતા જોઇને કોઇ કોઇને ઉત્તમ કહે, તો કેટલાકોને ઉલ્લાસ જાગતો નથી, પણ એને બદલે “હશે!' એમ કહેવાનું મન થઇ જાય છે. આ દોષ જેનામાં હોય તેનો ધર્મ દીપે ? શિથિલતા, એ પહેલો દોષ. શું કરનારો ? ધર્મને શુદ્ધ
કરવા તે માત્સર્ય એ ઉકિ