________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૭૯ આપણામાં છે અને કયા દોષો નથી તથા નથી તો શાથી નથી એ વિચારવું પડે ને ? દોષોથી બચવાની અને ગુણને પામવાની અભિલાષા છે ને ? એ વાતમાં બહુ શંકાને કારણ નથી, તો પછી સુકૃતને મલિન કરનારા ઘેષોનો વિચાર કરવો એ જરૂરી છે.
શિથિલતાન મલિન કરનારી ભૂમિકા મુજબ
| સુકૃતને મલિન કરનારા તેર દોષોમાં પહેલો દોષ છે શિથિલતા. શિથિલતા એટલે જ્ઞાતિએ પોતાની ભૂમિકા મુજબ જે ક્રિયાને કરવા યોગ્ય ફરમાવી હોય, તે ક્રિયામાં પ્રમાદ. સૌએ પોતાની મેળે જ પોતાને માટે વિચારી લેવું જોઇએ કે આપણે જ્ઞાતિએ વિહિત કરેલી આપણી ભૂમિકા મુજબની ક્રિયા કરવામાં શિથિલ છીએ કે ઉઘુકત છીએ ? જ્ઞાનિએ કરણીય તરીકે ફરમાવેલી ક્રિયામાં આપણો પ્રમાદ નહિ જેવો છે કે ઘણા જ પ્રમાણમાં છે ? જ્ઞાનિએ જ ક્રિયા આવશ્યક કહી છે, તે ક્રિયા ન થાય તો પણ આપણે વગર ચિત્તાએ ચલાવી લેવાને તૈયાર ખરા કે નહિ ?
સ. ફુરસદ ન મળે તો ?
ફુરસદ મળે તો કરવાની કહી છે કે આવશ્ય કરવાની કહી છે ? અનુકૂળતા મુજબ કરવાની કહી છે કે તકલીફ વેઠીને પણ કરવાની કડી છે ? પ્રતિમણ ઉભા ઉભા કરવાનું કે બેઠાં બેઠાં ? આપણી કયી ધર્મક્રિયામાં શિથિલતા આવી છે ? બજારમાં તોલાટ કેમ બેસે છે ? અક્કડ બેસે છે ને ? દુનિયાનાં કાર્યો કરવાને માટે જેમ હાલવું જરૂરી હોય, જેમ બેસવું જરૂરી હોય, જેમ વર્તવું જરૂરી હોય, તેમ હલાય છે કે નહિ ? બેસાય છે કે નહિ? વર્તાય છે કે નહિ? ખૂરશી અને ટેબલ મળ્યાં હોય, પણ છ કલાક જેને લખવાનું હોય તે આરામથી બેસે છે કે શરીરને અક્કડ રાખી નીચા મોઢે બેસે છે ? ત્યાં આરામથી ટેકો દઈ બેસવું એ શિથિલતા ગણાય છે. દુનિયાનાં કાર્યોમાં જરૂરી ઉઘુકતતા રહે છે, પ્રાયઃ શિથિલતા આવતી નથી, જ્યારે અહીં ? પ્રતિક્રમણ વખતે કોઇએ ફોટો લઇ લીધો હોય તો ? એકસરખી ક્રિયાનો એકસરખો દેખાવ આવે ? ક્રિયા સો