________________
૨૭૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મ નહિ પામેલા પણ સુયોગ્ય આત્મામાં જે સામાન્ય ગુણો હોય તેય ન હોય ? એ ગુણોનો આજે અમુક ભાગે કારમો અભાવ કેમ દેખાય છે ? આ વસ્તુ આજે ખાસ વિચારવા જેવી છે. ધર્મની જરૂરીયાત છે તો ધર્મ પામવા માટેની લાયકાત કયી ? -એ સામાન્યપણે જણાવવાને માટે આંખના પાંચ ગુણ દર્શાવ્યા. એટલું પણ હૈયામાં જો બરાબર ઉતરી જાય, તો આ ભવમાંય પ્રાય: ધાર્યું સાધ્યા વિના રહેવાય નહિ. પહેલાં સર્વવિરતિની વાત ચાલતી એટલે કહેતા કે- “કરે એને ધન્ય !' આનો અર્થ “અમારે નથી જોઇતી !' એમ તો નહોતો ને ? જો ના તો, હજુ અંતરમાં એમ થાય છે કે-જીવનમાં એક વાર તો છેવટેય એ પામવી ? મરતાં પહેલાં છેવટ પણ પામવાની ઇચ્છા કેટલાને ? જીંદગીમાં વહેલા-મોડા જરૂર લેવી, આયુષ્યનો અન્ન આવતાં પહેલાં છેવટ કાંઇ નહિ તો એક દિવસ પણ પામવી, એ પામ્યા વિના જ મરું તે મને ઇષ્ટ નથી, આવી ઉમિ કેટલાને ? દેશવિરતિમાં પણ જોયું કે-આત્માને જ એમ થવું જોઇએ કે-આપણે કાંક ઠીક પામ્યા એ દશા થોડી. તમને સર્વવિરતિ અને દેશવિરતિની વાતો કઠણ લાગે છે, તો હવે સમ્યક્ત્વની કરણીની વાત. એ કઠણ લાગશે તો ? ઘણું જ ભયંકર ! સમ્યક્ત્વનો વ્યવહાર જણાવવાને માટે આ ભૂમિકા છે. સખ્યત્વના વ્યવહારનું પાલન યથાશકય ન થાય, તો એ ઘણું દુઃખદાયક કહેવાય ને ? પણ એ વાત અવસરે. સુકૃતને મલિન કરનાર તેર દોષો :
હમણાં તો એ જોઇએ કે-સુકૃતને મલિન કરનારા દોષો કયા કયા છે ? સુકૃતને મલિન કરનારા દોષોમાં એક શૈથિલ્ય, બીજો માત્સર્ય, ત્રીજો કદાચક, ચોથો ક્રોધ, પાંચમો અનુતાપ, છઠ્ઠો દંભ, સાતમો અવિધિ, આઠમો ગૌરવ, નવમો પ્રમાદ, દશમો માન, અગીઆરમો કુગુરૂ, બારમો કુસંગતિ અને તેરમો પોતાની પ્રશંસાની ઇચ્છા. કેટલાક દોષ એવા કેસુકૃતને શુદ્ધ રીતિએ કરવા ન દે, સુકૃત કર્યા પછી પણ બગાડે અને સુકૃત સારી રીતિએ કરી શકીએ એ સ્થિતિમાં ઑવા ન દે. આમાંના કયા દોષો