________________
૨૭૭
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ચોથો ગુણ એ કે-બનતાં સુધી તે સારૂં લાગે તે જુએ. ‘ઘણા કચરામાં હીરો પડ્યો હોય તો વધારે નજર ત્યાં જાય
અને પાંચમો ગુણ એ કે-ખરાબ લાગતી વસ્તુની સામે આંખ ઠરે નહિ. ખરાબ લાગતી વસ્તુ જૂએ એટલે ઝટ ડોળો ફરે. ટકે તો સારી લાગતી વસ્તુ તરફ, પણ ખરાબ લાગતી વસ્તુ તરફ આંખ ટકી રહે નહિ.
આંખ બધું જૂએ છે એમ જ ન બોલો, પણ આંખમાં કેટલા ગુણો છે એનો વિચાર કરો અને વિચાર કરીને મેળવવા યોગ્ય ગુણો મેળવવાને મથો. આ પાંચ ગુણો આદમીમાં આવી જાય તો ? છે આ ગુણો ? દોષ આવી ન જાય એની કેટલી કાળજી છે ? દોષ આવી ગયા હોય તો તેને કાઢવાની કેટલી ઉત્સુકતા અને મહેનત છે ? દોષ હોય તો મોઢું છૂપાવવાનું કદિ મન થાય છે ? દોષ હોય તેની શરમ છે ? દ્રષ્ટિ પારકા અવગુણ તરફ જાય છે કે પારકા ગુણ તરફ ? અને દ્રષ્ટિ ચોંટે છે કયાં ? આ વિચાર કરવા જેવો છે. આ પાંચ ગુણો આજે ધર્મી ગણાતાઓમાં પણ કેટલે અંશે છે ? ધર્મ પામવાને લાયકમાં પણ આ ગુણો અશે અંશે હોય કે નહિ ? અંતરમાં ધર્મ આવ્યા પછી દશા જ જૂદી હોય. ધર્મ કરતા જાય તેમ ગુણ વધતા જાય. આજે કેટલાકોનો ધર્મ ીપતો નથી, એનું કારણ ? ધર્મક્રિયા ચાલુ છે, પણ ધર્મ આત્મામાં આવ્યો નથી. આત્મામાં ધર્મ આવ્યા પછીની ક્રિયા અને આત્મામાં ધર્મ આવ્યા પહેલાંની ક્રિયામાં અંતર રહેવાનું. વિચાર કરો કે-અંતરમાં ધર્મની સાચી ભૂખ હોવા પૂર્વક ધર્મક્રિયા થાય છે કે ધર્મની વાસ્તવિક ભૂખ વિના ધર્મક્રિયા થાય છે ? અંતરમાં ધર્મ આવ્યા વિના પણ ધર્મક્રિયા થાય કે નહિ ? અભવ્યોની અને દુર્ભાવ્યોની જે ક્રિયા થઇ તે અંતરમાં ધર્મ આવ્યા વિના પણ થઇને ? ત્યારે ધર્મક્રિયા કરે એ જ ઉપરથી ધર્મ આવ્યો એમ એકાન્તે ન મનાય, ધર્મ અંતરમાં પરિણમ્યો છે કે નહિ, એની સામાન્યતઃ પરીક્ષા સામાન્ય ગુણો ઉપરથી પણ થઇ શકે. ધર્મ અંતરમાં પરિણમ્યો હોય, એ આત્મામાં