________________
૨૮૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. પણ આજે ભાવનાનો વેગ કેટલાકને અને કયારે આવે છે? પૂર્વકાળમાં એવાં દ્રષ્ટાન્તો ઘણાં. વાત વાતમાં, મુનિની ધર્મદેશના સાંભળી અને સેંકડો ધર્મના માર્ગે ચઢી ગયા. શ્રી આષાઢાભૂતિએ નાટક ભવ્યું, તેમની સાથે પાંચસો રાજકુમારો પણ નીકળી પડ્યા. એ નાટકના યોગે સેંકડો સાધુઓ બની ગયા. પરિણામે કેટલાક લોકોએ એ નાટકને સળગાવી મૂકયું. આ કાળમાં જ માત્ર ધર્મ સામે વિરોધ છે એમ નહિ, પૂર્વકાળમાં પણ હતો. મૂળ વાત એ છે કે-એવો ઉમળકોય આવે છે ? પશ્ચાતાપનો દોષ ઓછો શાથી? એવું થતું હોય તો પશ્ચાતાપ થાય ને ? આજે મોટે ભાગે એ દોષને મુખ્યત્વે ઉત્પન્ન કરનારી ક્રિયા નથી. ભાઇ નાચવા તૈયાર હોય પણ પગ જોઇએ ને ? પગ હોય તો ધુધરા જોઇએ ને ? વ્યવહારમાં ઉલ્લાસ આવે, બેના પાંચ થાય, પણ અહીં એવા ગંભીર કે-બેના સવા બે થાય નહિ ! બહુ આગ્રહ કરે તો કહે-ઉપર જૂઓ, એના વીસ તો મારા બે ! કોઇએ કોઇ સારૂં કામ હાથ ધર્યું હોય અને એની શરમ આપવું પડે તેમ હોય, તો આજના કેટલાક એમ પણ કહે કે- “જો, જો, ફસાવતા નહિ.' શાથી ? અમુકથી અધિક જવાનું નથી, એમ પહેલેથી નક્કી કર્યું છે. આવી ઘણી રીતિએ પશ્ચાત્તાપ થાય એવું રાખ્યું જ નથી ને ? ધર્મક્રિયામાં તો એ દશા જોઇએ કે-યથાશકિત જેમ વધુ થાય તેમ સારૂં. ધર્મક્રિયા વધુ થાય તો આનંદ થવો જોઇએ કે- “સારું થયું કે એવો સંયોગ આવ્યો કે જેથી ઉત્તમ ક્રિયા વધુ પ્રમાણમાં થઇ !' અનુમોદનાના સ્થાને પશ્ચાત્તાપ થાય, એ તો ઘણી જ હીન દશા કહેવાય. એ પાંચમો દોષ. દંભ એવો ભયંકર દોષ કે-આત્માની એકેય વસ્તુને સુધરવા ન દે :
- હવે સુકૃતને મલિન કરનારો છઠ્ઠો દોષ. આ બહુ જે ભયંકર છે. વાચકશેખર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ કહે છે કે-દંભ, એ બહુ જ ખરાબ હોય છે. આત્માને ઘણું ઘણું નુકશાન કરનારો એ દોષ છે. એ દોષ આત્માની એક પણ વસ્તુને સુધરવા દેતો નથી. વાચકશેખર શ્રીમદ્