________________
૨૮૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નહિ થવા દેનારો અગર તો ધર્મને દૂષિત કરનારો ! બીજો દોષ માત્સર્ય. આ બેય દોષ વળવા જેવા છે એમ લાગે છે ને ? જેણે પોતાના સુકૃતને દૂષિત ન થવા દેવું હોય, તેણે આ દોષોથી પરાક્ષુખ બનવું જોઇએ. એ દોષો જાય એ માટે બનતા બધા પ્રયત્નો કરવા જોઇએ. કદાગ્રહ :
ત્રીજો દોષ કદાચહ. કદાચ એટલે અસદુગ્રહની દ્રઢતા. કોઇ ક્રિયા કરતા હોઇએ, એને સમજુએ ખોટી કહી, પોતાને ખોટી લાગી, છતાં એને પકડી રાખવાની નહિ મૂકવાની જે દશા તે પણ કદાચ છે. સાચી વસ્તુ ન છોડવી એ વાત જુદી છે. જ્ઞાનિએ કહ્યા મુજબ સાચી વાતને પકડી રાખવી, એ કદાચક નથી.
સ. પોતે કદાચ નહિ પણ સત્યાગ્રહ માનતો હોય તો ?
પોતાને સાચી લાગે છે, એમ કહેનારો સમજવાની તૈયારી અને તાકાતવાળો જોઇએ. બુદ્ધિનો બારદાન હોય તે ઓછું જ ચાલે ? પણ અંતરથી કબૂલ થાય કે-દલીલમાં હું રીતસર ટકી શકતો નથી, મારા કહેવામાં કાંઇક ખોટું છે એમ લાગે છે, છતાં પણ એ પોતાનું પકડી રાખે અને છોડે નહિ, એ કદાચ છે. જ્ઞાનીની નિશ્રાને અંગેની વાત જ જુદી છે, પણ જ્યાં સ્વતંત્ર માન્યતામાં આવી દશા હોય ત્યાં શું થાય ?
સ. ન સમજાય તો ?
તો મૌન રહેતાં આવડે કે નહિ? ન સમજાતું હોય તો કહેવું કેસમજાતું નથી, પણ આગ્રહમાં સમજ્યા વિના પડવું નહિ. સાચું સમજાય તે છોડવું નહિ. સમજવા તૈયાર રહેવું અને ન સમજાય તો આગ્રહમાં પડવું નહિં. ન સમજવા છતાં પણ ખોટું પકડવું, એ પાપ છે. બધાને કાંઇ બધી જ વાતો સમજાય અને સત્યનો નિર્ણય કરી શકે, એમ ન બને. શાસ્ત્રની એવી વાતો હોય કે-વિદ્વાનો પણ ન સમજે એ બને. સમર્થ શાતાઓએ પણ જ્યાં નિર્ણય ન કરી શકયા ત્યાં લખી દીધું કે-આ આમ કહે છે. તે આમ કહે છે, તત્ત્વજ્ઞાની જાણે. જે વાત સમજાઇ તે બરાબર નિર્ણયાત્મક રીતિએ લખી.