________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૨૫
એ સંબંધમાં પૂછવું પણ નહિ : કારણ કે-પરને પણ પૂછવા કરતાં નહિ પૂછવું એ જ સારૂં છે : અને એવી વાતો સાંભળવી પણ નહિ : કારણ કેએવી વાતો સાંભળવા કરતાં નહિ સાંભળવી સારી છે. આ રીતિએ વિપ્રિયને જેઓ બોલતા પણ નથી, અન્યોને પૂછતા પણ નથી અને વગર પૂછ્યું કોઇ કહે તોય તેને સાંભળતા પણ નથી, તેઓનો સ્વનભાવ સુખાવહ થાય છે.
ઉપાધ્યાયના વચનને યથાર્થ રીતિએ અંગીકાર કરી,પોતાના સ્વભાવસિદ્ધ ગુણને સૂસ્થિત બનાવી, પોતાના સંબંધમાં બનેલા ભયંકર પણ બનાવને હૃદયમાં રાખવાથી જે ઉત્તમ પરિણામ આવ્યું, એનાથી શ્રી વિજ્યને એમ જ થતું કે- “સૌ કોઇ આવી દશા કેળવી લે, તો વિશ્વમાંથી કલહનો તો અભાવ જ થઇ જાય.” કલહ વિના ક્રોધને તો મર્યે જ છૂટકો છે અને ક્રોધ મર્યા પછી ક્ષમાનું સામ્રાજ્ય નિષ્કંટક બને એ સહજ છે. તેમજ ક્ષમાના એવા સામ્રાજ્યમાં વસતા આત્માઓ સંસારમાં પણ સિદ્વિસુખના આસ્વાદનો અનુભવ કરે, એ પણ તર્દન સ્વાભાવિક જ છે. આપણે જાણીએ છીએ કે-શ્રી વિજ્યને પોતાની પત્ની ગોત્રીથી થયેલા ચાર પુત્રો છે. ચારમાં જે મોટો પુત્ર હતો, તેને પોતાના પિતાની આ પ્રવૃત્તિથી ઘણું જ આશ્ચર્ય થાય છે. એને એમ થાય છે કે- ‘શા માટે મારા પિતા સૌને આવો જ ઉપદેશ આપ્યા કરે છે ?' એટલા જ માટે હંમેશાં એ પ્રકારના ઉપદેશને આપતા પોતાના પિતાને તેનો મોટો પુત્ર કોઇ એક દિવસે પૂછે છે કે- “હે પિતાજી ! આપ સૌ કોઇને ફરી ફરીને એની એક વાતનો ઉપદેશ કેમ આપો છો ?”
આ પ્રશ્નના ઉત્તરમાં પોતાના મોટા પુત્રને શ્રી વિજ્ય કહે છે કે“હે વત્સ ! એ વાત મને અનુભવસિદ્ધ છે અને જે કારણથી એ વાત મને અનુભવસિદ્ધ છે, તે કારણથી હું સૌને એનો જ ઉપદેશ આપું છું."
શ્રી વિજ્યના આ ઉત્તરથી તે મોટા પુત્રે પુનઃ પણ પોતાના પિતાને પૂછ્યું કે- “હે પિતાજી ! આપ કહો છો કે-એવાત આપને અનુભવસિદ્ધ