________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૩૭
બીજું પણ ઉચિત સન્માન કરવું, એમાં પોતાની લઘુતા માનનારા. આત્માઓ, પોતામાં ગુણ ન આવે એવી જ પેરવી કરનારા છે. ગુણની સામે પણ અહંકાર, એ તો ગુણની પ્રાપ્તિનો જ વિરોધ છે. જ્યાં નમ્રતાથી બોલવાનું હય ત્યાં ઉગ્રતાથી બોલવું, આજ્ઞા શિરસાવંદ્ય કરવાના સ્થાને ખોટી ચર્ચાઓ કરવી, સૌમ્યભાવે વિનવવાના સ્થાને ઉગ્રતાભરી આજ્ઞાઓ કરવા જેવી રીતિએ વર્તવું અને હાથ જોડીને ઉભા રહેવા યોગ્ય સ્થાને પણ અકડાઇભર્યું ઉભું રહેવું, આ વિગેરે એવું છે, કે જે ઉચિત ગૌરવનો વિનાશ કરનાર છે. આ જાતિનું વર્તન મિથ્યાભિમાન સિવાય શકય નથી. ઘમંડીની ક્રિયા ઔચિત્યને લંઘનારી :
પ્રતિપત્તિ' થી સૂચિત ક્રિયા, કર્મ અને પ્રવૃત્તિ આ ત્રણ અર્થો જો ઉચિત રીતિએ સર્વ સ્થાને ઉપયોગમાં લેવાય, તો આની સામાન્ય અસર નથી. દરેક સ્થાને ઉચિત ક્રિયા, ઉચિત કર્મ અને ઉચિત પ્રવૃત્તિને આચરનારો આત્મા “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયનો ઘણો જ સુંદર અમલ કરે છે, એ વાત વિવાદ વિનાની છે. આત્મામાંથી મિથ્યાભિમાનનો વિનાશ થયા વિના ઉચિત કિયા, ઉચિત કર્મ અને ઉચિત પ્રવૃત્તિનો અમલ, એ અસંભવિત વસ્તુ છે. ઘમંડીયોની ક્રિયાઓ આદિ ઉચિતપણાને લંઘનારી જ હોય છે. પોતામાં નહિ માઇ શકનારાઓનું વર્તન સદાય
ચિત્યથી પર હોય છે. એવામાં જરૂરી શાંતિનો વાસ હોવો શકય નથી અને એ જ કારણે એવા આત્માઓમાં ઉચિત કર્તવ્યતાનું જ્ઞાન નાશ પામેલું હોય છે. ઉચિત શાંતિ અને ઉચિત કર્તવ્યતાના જ્ઞાનથી રહિત બનેલા આત્માઓ વિદ્વાન હોય, લેખકો હોય કે વકતાઓ હોય, તો પણ તેઓ પોતાનું કે પરનું વાસ્તવિક શ્રેય કદી જ સાધી શકતા નથી. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય એ કેટલો જરૂરી છે, એ આ વાત ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. મિથ્યાભિમાનથી જેઓ કર્તવ્યતાનું જ્ઞાન ગુમાવી બેઠા હોય, તેઓમાં સભ્યતાની ચાલ રહેવી એ પણ શકય નથી. સભ્યતાની ચાલ પણ ગુમાવી બેઠેલાઓ પાસેથી ઉચિત ગૌરવની, ઉચિત ક્રિયાની,