________________
૨૪૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અહિંસાના ઠેકેદાર હોય છે. એ માનવોમાં માનવતાનો વાસ હશે કે નહિ, એ પણ વિચારણીય વસ્તુ જ છે. એવાઓની મહત્ત્વાકાંક્ષા આદિ એવું કારમું હોય છે કે-તેઓ અવસર આવ્ય અનુકમ્પાનું પણ લીલામ કરતા હોય, તો તેમાં સુજ્ઞોને લેશ પણ આશ્ચર્ય થાય નહિ. એવાઓની અહિસાને ચકોર રાજ્યાધિકારિઓ પણ હૃદયમાં રહેલી હિંસકભાવનાને ઢાંકવા માટેના બુરખા તરીકે ઓળખી ચૂકેલ હોય છે. માત્ર અજ્ઞાન અને દુન્યવી સ્વાર્થથી પ્રેરાએલા નો જ એવી અહિંસાની વાતોથી મુંઝાઇ જાય છે અને અહિંસક તરીકે ઓળખાવાતી પણ વસ્તુતઃ હિસંક એવી કાર્યવાહીને ધર્મ રૂપ માની લેવાની ભૂલ કરે છે. આ રીતિએ પણ અનુકમ્પાની કતલ થઇ રહી છે, એ સમજવાની ખૂબ જ જરૂર છે. હિંસક પ્રવૃત્તિ કરતાં પણ હિંસાને અહિસા તરીકે જણાવી લોકહૃદયમાં તેવી માન્યતા દ્રઢ બનાવવી એ ભયંકર પાપ છે, પણ એવાઓને પાપની સાચી દરકાર જ કેટલી હોય છે ? પાપભીરુ તરીકે પોતે પોતાની જાતને ઓળખાવવી એ એક વાત છે અને પાપભીરૂ બનવું એ બીજી વાત છે. જે કોઇ પોતાને પાપભીરૂ તરીકે ઓળખાવે, તે સર્વ પાપભીરૂ જ હોય, એમ માની લેવાની ઉતાવળ કરવા જેવું નથી. કોમળ અને કઠોર હૃદય :
દયાળુ હૃદયને જાણવાનું સાધન આ- “દીન અને અનાથના ઉદ્ધારનો આદર' નામનો સદાચાર છે. બળવાનને નમી પડનારા અને સત્તાધીશો આગળ કોમળ શબ્દો બોલનારા દયાળુ જ હોય એમ માની લેવા જેવું નથી. એવાઓ તો ઘોર ઘાતકીઓ પણ હોઇ શકે છે. ઘાતકી મનોદશા ધરાવનારા આત્માઓ પણ બળવાનો સમક્ષ નમ્રદશાને ધરનારા હોય છે. બળવાન મારવા આવે ત્યારે પીઠ ધરનારા મળવા કઠીન નથી. સમર્થ આગળ એક ધોલ ખાઇને બીજો ગાલ ધરનારા આ જગતમાં જરૂર મળી શકે છે. સત્તાધીશોની ગોળીઓ ખાવાની વાત કરનારા પણ અનુકમ્માશીલ જ હોય, એમ માનવાને લલચાવા જેવું નથી. સત્તાધીશોના જુલ્મને શાંતિથી સહવાની સલાહ આપનારા પણ, શાકભાજીની વાડીમાં વાંદરાઓ શાકભાજી