________________
૨૫૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રેમ ન હોય તો એ પ્રેમને જન્મ આપનાર છે અને સદાચારનો પ્રેમ હોય તો એને ખૂબ ખૂબ પુષ્ટ કરનાર છે. સદાચારનો પ્રેમ, એ વસ્તુ જ એવી છે કેઆત્માને સદાચારસંપન્ન આત્માની પ્રશંસા માટે કર્યા વિના રહે જ નહિ. સદાચારનો સાચો પ્રેમ, આત્માને સદાચારસંપન્ન આત્માઓના ચરણકમળમાં ઝુકતો બનાવી દે છે. સદાચારના પ્રેમથી આત્મા સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો વ્યસની બની જાય છે. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનું વ્યસન, એ કાંઇ ત્યાજ્ય વ્યસન નથી. એ વ્યસન તો કલ્યાણકામી આત્માઓને કલ્યાણની સાધના માટે, સુરતથી પણ અધિક છે. ધર્મના અર્થી આત્માઓએ તો આ ‘સાધુનોની પ્રશંસા' નામના સદાચારને ખાસ કરીને આત્મસાત્ બનાવી દેવો જોઇએ. આ સદાચારના પ્રતાપે ‘લોકપ્રિયતા' કે જે ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે અતિશય જરૂરી છે, તે સહેલાઇથી મળી શકે છે.
સાતમો સદાચાર-આપત્તિમાં અતિ અદીનતા :
હવે સાતમો સદાચાર છે- ‘આપત્તિમાં અતિશય અદીનતા.' આ કોઇ સામાન્ય પ્રકારનો સદાચાર નથી. આ સદાચાર તો આત્માને દુ:ખમાં પણ સુખમય બનાવનાર છે. દુઃખમય દશામાં પણ સુખમય દશા ભોગવવાને માટે આ સદાચાર ખૂબ જ જરૂરી છે. આપત્તિમાં પણ અતિશય અદીનતાને ધરનારા આત્માઓ તો શિષ્ટ લોકમાં ખૂબ જ પ્રિય બર્ન, એમાં કાંઇ કહેવાપણું હોય જ નહિ. ખરેખર, આ સદાચાર કોઇ પણ આત્માને આનંદમય રાખનાર છે, આ સદાચાર પામવા માટે સંસારની દુ:ખમયતાનો ખ્યાલ હોવો, એ પણ આવશ્યક છે. એ ખ્યાલના પ્રતાપે, સંસારમાં આપત્તિ એ તો એક સ્વાભાવિક છે એમ એ આત્માને લાગે છે. સંસાર પોતાનો સ્વભાવ ન છોડે, તો આત્માએ પોતાનો સ્વભાવ શું કામ છોડવો ? -આ જાતિની મનોદશા વિના ‘આપત્તિમાં અતિશય અદીનતા' રૂપ સદાચાર આત્મસાત્ થવો, એ કોઇ પણ રીતિએ શક્ય નથી. આપત્તિના સમયમાં આત્માઓ કેવી કેવી દીનતાને અનુભવે છે, એ વાત તમારા પણ અનુભવથી પર