________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૫૩ બનવું જોઇએ ? માનો કે-તેવા પ્રકારના સામર્થ્યનો અભાવ હોય અને એ કારણે આપત્તિનિવારણ માટેના ઉપાયો યોજવા પડ્યા : એ રીતિએ આપત્તિનિવારણ માટેના ઉપાયો યોજવા છતાં પણ દીન તો નહિ જ બનવું. આપત્તિના નિવારણ માટે યોજેલા ઉપાયો સફલ નિવડે એવો નિયમ નથી. નિષ્કલેય નિવડે અને નુકશાનકારકેય નિવડે. એ વખતે આત્મામાં કલેશ ન જન્મે, એ કયારે બને ? અસલ વાત તો એ છે કેઆવેલ આપત્તિને સમભાવે સહન કરવી. તેવું સામર્થ્ય ન હોય તો એ શકય છે કે આપત્તિ અસમાધિનું કારણ બને. એવા સમયે સમાધિની રક્ષા પૂરતા બને તેટલા નિર્દોષ ઉપાયો યોજવા, એ જુદી વસ્તુ છે. આપત્તિના નિવારણનો પ્રયત્ન કરતી વેળાએ પણ જો આંખ સામે સમાધિનું ધ્યેય રહી જાય, તો એ ઉપાદ્યોમાં આત્મા ઘણી ઘણી વિરકતતા જાળવ્યા કરે અને એથી પણ તેને ઘણો લાભ થાય. મૂળ તો સમભાવે સહી લેવાને જ ઉદ્યમશીલ બનવું જોઇએ. જ્યારે સમાધિભંગનો પ્રસંગ લાગે ત્યારે ઉપાયો યોજવા પડે, તોય સખ્યદ્રષ્ટિની સંસાર પ્રત્યેની વિરકતતાની જેમ વિરકતતા જાળવવી જોઇએ. યોજવા પડતા ઉપાયોનું ધ્યેય પણ સમાધિ બની જવું જોઇએ ? પણ આજે સમાધિની દરકાર કેટલી છે ? આત્માને સમભાવમાં સુસ્થિત બનાવવાની કામના કેટલી છે ? સમાધિમય દશાનો અર્થી આત્મા કેવું જીવન જીવવાને તલસતો હોય ? શકય હોય ત્યાં સુધી એ પાપને આચરે ખરો ?
સ. આ તો બહુ વિકટ વાત છે.
છતાં અતિશય જરૂરી છે. આ વસ્તુને સમજીને જીવમાં ઉતાર્યે જ છૂટકો છે. આપત્તિમાં અતિશય અદીન બન્યા રહેવું, એ સામાન્ય વસ્તુ નથી. દીન બજે આપત્તિથી બચી જવાય એ શકય નથી, એટલે આપત્તિનિવારણનો પ્રયત્ન કરવો પડે તોય તે કરવામાં દીન તો નહિ જ બનવું. ભિક્ષાર્થે નીકળેલા સાધુ જેમ મળે તો સંયમવૃદ્ધિ માને અને ન મળે તો તપોવૃદ્ધિ માને, તેમ આપત્તિનિવારણના ઉપાયો યોજવા પડે