________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૬૩ હોય, એમાં કોઇને જ વિકલ્પ ઉઠે તેમ નથી. આ સદાચારથી પરવારેલો આત્મા, ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે જરૂરી એવા “લોકપ્રિયતા' નામના ગુણને પામે, એ પણ શકય નથી. આ સદાચારના અભાવમાં બીજા ગુણો હોય, તો તે પણ મોટે ભાગે દોષ રૂપ જ બની જાય છે અને અનેક દોષોના સ્વામી બન્યા વિના આ સદાચારથી વિરૂદ્ધનો આચાર જીવનમાં જીવાવો પણ મુશ્કેલ છે. અવસર વિનાનું, અપરિમિત, અહિતકર અને વિસંવાદી વચન બોલનારા આત્મા અનેક દોષોના સ્વામી હોય એ સહજ છે : એ કારણે અનેક દોષોથી બચવા માટે અને અનેક ગુણોના સ્વામી બનવા માટે આ સદાચાર ખૂબ જરૂરી છે. દશમો સદાચાર-વ્રતાદિનો નિવહ :
દશમો સદાચાર છે- “અંગીકાર કરેલ વતનિયમાદિનો નિર્વાહ કરવો.' એ અંગીકાર કરેલ વતનિયમો આદિનો ભંગ કરનાર અનાચારી જ ગણાય. વતો અને નિયમોનું યથાસ્થિત પાલન એ જ્યારે સદાચાર છે, ત્યારે વતો અને નિયમોનું અપાલન એ અનાચાર છે. અંગીકૃત વતો અને નિયમોનું પાલન નહિ કરનારા આત્માઓ શિષ્ટ લોકોમાં પ્રિય બનવા, એ કોઇ પણ રીતિએ શકય નથી. દુર્જનો પણ જ્યાં એવાઓ ઉપર વિશ્વાસ ન મૂકે, ત્યાં સજ્જનો તો વિશ્વાસ કેમ જ મૂકે? “લોકપ્રિયતા' ગુણના અર્થી આત્માએ, અંગીકાર કરેલ હતો અને નિયમોનો નિર્વાહ કરવા માટે પણ સદાય સજ્જ રહેવું જોઇએ. ધર્મની પ્રાપ્તિ અને ધર્મનું પાલન નિર્માલ્ય આત્માઓથી શકય નથી. જેઓ સામાન્ય હતો અને સામાન્ય નિયમોને પણ વાત-વાતમાં ભાંગી નાખે છે, તેઓ યથાર્થ રૂપમાં ધર્મને પામી શકે અને પામેલા ધર્મના પાલનમાં નિષ્પકમ્પ રહી શકે, એ કલ્પના જ પાયા વિનાની ઇમારત જેવી છે. અગીઆરમો સદાચાર-કુલાચારપાલન :
અગીઆરમો સદાચાર છે- “ધર્મથી અવિરૂદ્ધ એવા સ્વમુલના આચારોનું પાલન.' આ આચાર સન્માર્ગ ઉપર આવવા માટે સુંદર