________________
૨૬૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
વાતોડીયા બની ગયેલા સાધુઓને અને ગૃહસ્થોને માટે તો આ નિયમનો અમલ દુસ્સાધ્ય જ છે. પરિમિત, હિતકર અને અવિસંવાદી બોલવું હોય તો. બોલતાં પહેલાં વિચારો :
વિના કારણે નહિ બોલવાના અને પ્રયોજન વિનાની વાતો નહિ કરવાના નિશ્ચય ઉપર આવેલો આત્મા, વિના વિચારે બોલે એ શકય જ નથી. વિચાર પૂર્વક બોલવાના સ્વભાવવાળો આત્મા મિતભાષી, હિતભાષી અને અવિસંવાદવાળું જ ભાષણ કરનારો બની શકે છે. મિતભાષણનો અર્થ એવો નથી કે-અમૂક શબ્દો આદિ જ બોલવા, પણ જરૂરથી અધિક ન બોલવું એનું જ નામ મિતભાષણ છે. સદ્દવિચારથી જેટલું બોલવા માટે જરૂરનું હોય એટલું બોલવાથી અમિતભાષણપણું આવી જતું નથી. જેઓ મિતભાષણના નામે જરૂરી ભાષણના પણ અખાડા કરે છે, તેઓ તો કોઇ જૂદી જ મનોદશાના સ્વામી છે એમ જ માનવું રહો. જ્ઞાનિઓની આજ્ઞા મુજબનું જેટલું જરૂરી હોય તેટલું, મિતભાષી, વિના સંકોચે બોલી શકે છે. વિચારપૂર્વક બોલનારા જેમ મિતભાષી હોય છે, તેમ હિતભાષી પણ હોય છે. હિતાહિતના વિચારપૂર્વક મિતભાષણ કરનાર મોટે ભાગે અહિતબુદ્ધિથી પર બની જાય છે અને એ જ કારણે એવાઓની વાણીમાં અવસરયુકતતા પરિમિતતા અને હિતકારિતા ઘણી જ સહેલાઇથી આવી શકે છે. એવા આત્માઓ પોતાના વચનને અવિસંવાદી એટલે વિસંવાદ વિનાનું જ રાખનારા હોય, એ પણ નિર્વિવાદ છે. વિસંવાદ એટલે ખોટું કહીને ભમાવવું તે અથવા જ્ઞવું તે અને મળતું ન આવે એવું કે વિરોધ આવે એવું બોલવું તે. આવો વિસંવાદ અવસરે વિચારપૂર્વક અને મિત તથા હિતકર બીલનારમાં ન જ આવે, એ વાતસમજાય એવી છે. અવસરે જ બોલનાર અને તે પણ. હિતકર અને મિત બોલનાર કદી જ પોતાના વચનને વિસંવાદવાળું ન જ થવા દે. આ નવમો સદાચાર કેટલો ઉત્તમ છે ? -એ સમજાવવાની હવે જરૂર ન રહે, એ સ્વાભાવિક જ છે. આવું બોલનાર એ વર્તનમાં પણ વિવેકી